________________
જૈન મહાભારત.
( ૪૨૮ )
માંડી, ત્યાં ઘણે દૂર જ્યાં ચિતા ખડકેલી હતી, ત્યાં દ્રપદીને ઉભી રહેલી જોઇ, ભીમસેન ત્વરાથી ત્યાં ગયા. એટલે દ્રોપદી સભ્રમથી રાક્ષસને આવેલેા જાણી ક્રોધ કરી એલી—“ અરે અધમ રાક્ષસ, તું મારાથી દૂર રહે. તે આ પુત્ર ભીમસેનને મારી નાંખેલ છે, તેથી હું તારૂ મુખ જોવાને ઇચ્છતી નથી. તારા જેવા અધમ આત્માને ન જોવા, એટલા સારૂ જ મે મારાં નેત્રા મીથ્યા છે. જે હાથે તે મારા પ્રાણનાથના વધ કર્યા છે, તે હાથના મને સ્પર્શી કરીશ નહી. જ્યારથી મારા સ્વામી મૃત્યુ પામ્યા છે, ત્યારથી હું' પણ મરેલીજ છું. અરે દુરાત્મા, તુ મરેલીને મારવા શું આવ્યા છે ? હું હવે મારા પ્રાણનાથની પાછળ જાઉં છું. તું સ્પર્શી કરી મારા પવિત્ર અંગને મિલન કરીશ નહી.
દ્રોપદીનાં આવાં વચન સાંભળી ભીમે વિચાયું કે, “ આ રમણી મને શત્રુ આવેલા જાણી બેલી છે. એની ભ્રાંતિ દૂર કરવાને મારે બેલવું જોઇએ. ” આવું વિચારી ભીમસેન મધુર સ્વરે આણ્યેા—“ ભદ્રે, કાંઇપણ ભય રાખીશ નહિં. હું રાક્ષસના ક્ષય કરનાર તારા પ્રિયતમ છું. ” આ વચન સાંભળતાંજ દ્રોપદીએ પોતાનાં નેત્ર ઉઘાડ્યાં. ત્યાં પેલું મ સ્તક અદૃશ્ય થયેલું જોયુ અને ભીમસેનને આગળ ઉભેલે જોયા. તે જોતાંજ પાંડવરમણી અત્યંત પ્રસન્ન થઈ ગઈ. તેણીએ મનમાં વિચાર્યું -“ અરે, મારા પ્રાણનાથ તા મારાગ્ય છે. અને પેલુ મસ્તક તા માયાવી હતું. મેં દુર્ભાગ્યાએ