________________
(૩૦)
જૈન મહાભારતકાર પણ અમે માનીએ છીએ. કે, જેઓએ તમારા જેવા પોપકારી અતિથિને ઘેર રાખી સર્વ પ્રજાને ઉદ્ધાર કરાવ્યું છે. આ વખતે યુધિષ્ઠિરે ભીમની સામે આંગળી કરીને કહ્યું, મહારાજા અને પ્રજાજને, આ મારા ભાઈ ભીમસેને બકરાક્ષસને મારી તમારો ઉપકાર કર્યો છે, માટે તેને ધન્યવાદ આપે.” તે વખતે લેકે નેત્રમાં હર્ષાશ્ર લાવી ભીમસેનને જેવાને ઉભા થયા. તેમણે અંજળિ જેડી ભીમસેનને કહ્યું,
મહાનુભાવ, એ પ્રચંડ રાક્ષસને આપે શી રીતે માર્યો? તે વૃત્તાંત સાંભળવાની અમારી ઇચ્છા છે” લેકેનાં આ વચને સાંભળી ભીમસેને વિચાર્યું કે, “મારા પરાક્રમની વાત હું મારા મુખે કહ્યું, તે એગ્ય ન કહેવાય, તેમાં મારી લઘુતા છે.” આ પ્રમાણે વિચારી ભીમ કાઈ બે નહિં, તેવામાં એક તરૂણ અને એક વૃદ્ધ, એવા બે પુરૂષ આકાશમાંથી ઉતરી પડવાની સન્મુખ ઉભા રહ્યા. તેઓમાં જે વૃદ્ધ હતું, તે યુધિષ્ઠિર પ્રત્યે બેલ્યા–“મહાત્મા, બકરાક્ષસને દુબુદ્ધ નામે મંત્રી છું અને આ યુવાન પુરૂષ તે મહાબળ નામે બકરાક્ષસને પુત્ર છે. જે વખતે બકરાક્ષસ મરાયે, તે વખતે તે લંકાપુરીમાં હતું. જ્યારે તે લંકાથી પાછો આવ્યો અને પિતાના પિતાને મૃત્યુ પામેલે જે, ત્યારે તેણે મને પુછયું કે, “મારા પિતાને કેણે વધ કર્યો?” તે વખતે મેં તેને કહ્યું કે, “મહાબળ, તારા પિતાએ નિત્યના ભક્ષ માટે કઈ મજબુત અને બળવાન પુરૂષને લાવવા અમને આજ્ઞા કરી કે, “આ પુરૂષને આપણું સ્થાન ઉપર લાવે.”