________________
(૪૬).
જૈન મહાભારતસ્વરે રૂદન કરવા લાગ્યું. કુંતી અને પદી મૂછિત થઈ પૃથ્વી પર પડી ગયાં. બંધુપ્રેમી યુધિષ્ઠિરે ઉચે સ્વરે વિલાપ કરતાં કહ્યું “અરે ! આ શો જુલમ થયે ? મારે પરાક્રમી વીરબંધુ કે જેણે હેડંબરાક્ષસને ક્ષણમાં મારી નાંખ્યું હતું, તે આ બકરાક્ષસથી કેમ પરાભવ પામ્યા હશે ? અરે બંધુ! તારે ઉપકાર અમારાથી કદિપણ ભુલાય તેમ નથી. તે અમને વનમાં ખાંધ ઉપર ચડાવી મોટી સહાય આપેલી છે. તારા વિના અમને આ દુ:ખી અવસ્થામાં કેણ સહાય કરશે ? આ વનવાસરૂપ મહાસાગરમાં તું અમારે વહાણરૂપ હતે.” આ પ્રમાણે યુધિષ્ટિર વિલાપ કરતો હતો, તેવામાં કુંતી અને દ્વિપદી મૂછમાંથી મુક્ત થઈ કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યાં. પછી પતિના મરણથી વિહળ થયેલી દ્રપદીએ પતિની સાથે સહગમન કરવાને ચિતા રચવા માંડી. તેની સાથે યુધિષ્ઠિર વગેરે પાંડવો અને કુંતી પણ મરવાને તૈયાર થયાં. “આ બધાના મરણને હેત હુંજ છું એમ વિચારી દેવશર્મા બ્રાહ્મણ પણ મરવાને શરણ થવા તૈયાર થયે. આ વખતે અચાનક પર્વતની ગુફામાંથી ભયંકર શબ્દ સાંભળવામાં આવ્યું. તે સાંભળી યુધિષ્ઠિરના મનમાં શંકા થઈ કે, તે બકરાક્ષસ ભીમને સંહાર કરી અમને મારવા આવે છે. તેથી યુધિષ્ઠિરે અર્જુનને તૈયાર થવાની આજ્ઞા કરી. સર્વ પાંડવકુ ટુંબ અને પેલે દેવશર્મા ચક્તિ થઈ ચારે દિશાઓમાં જોવા લાગ્યા. આ વખતે ત્યાં આવેલી સાવિત્રી પોતાના પતિની સાથે ચિતા ખડકતી હતી, તેણુને દેવશર્માએ કહ્યું—“પ્રિયે,