________________
જૈન મહાલારત.
(૪૨૪)
લાંએક પગલાં પડેલાં જોયાં. તે વખતે પેલે દેવળ નામે રક્ષક તેના જોવામાં માન્યો, એટલે તેને પુછ્યુ, “ભદ્ર, અહી રાક્ષસ આવ્યો હતા કે નહિ ? તથા તેના ભક્ષ માટે કોઈ મનુષ્ય આવ્યું હતું કે નહીં? રક્ષકે કહ્યુ, “ ભાઇ, કાઇ મજબૂત સ્થૂલ શરીરવાળા પુરૂષ આવ્યા હતા. તે આવી નિ ભય થઇ આ શિલા ઉપર સૂઈ ગયા હતા. એટલામાં રાક્ષસ આવી તે પર્વત જેવા પ્રૌઢ પુરૂષને ઉપાડી લઈ ગયા છે. હવે તેા તેના કટકેકટકા કરી ભક્ષણ કરી ગયા હશે. અળિદાનના વધ્યવેષ તા તે પહેરેલા છે, તે ઉપરથી લાગે છે કે, તે પરાપકારી મહાન પુરૂષે તારે બદલે પ્રાણ ત્યાગ કર્યાં હશે.
રક્ષકનાં આવાં વચન સાંભળી દેવશર્મા ઘણા દિલગીર થઇ ગયા. તેણે ઉંચે સ્વરે કહ્યું,—“અરે ભાઇ, તે પાપકારને માટે પ્રાણદાન આપ્યું, તે ઘણું સાહસ કર્યું. મહાબાહુ, મારી ઉપર મોટા ઉપકારનું ઋણ ચડાવી તું રાક્ષસને ઘેર ગયા, એ બહુ ખાટું થયું. ખંધુ, તારા પ્રાણ કીંમતી હતા. તુ એકલા મા વિશ્વના પ્રાણ બચાવવાને સમર્થ હતા. તે મારા એકલાના પ્રાણની રક્ષા શા માટે કરી? હવે મારા પ્રાણની રક્ષા કરવાનુ` શુ` પ્રયાજન છે? અરે મે ઘાસના ભૂષણને માટે એક મહાન્ અમૂલ્ય મણિ ગુમાવ્યા.
""
આ પ્રમાણે શાક કરતા દેવશર્માએ ત્યાં આવી ચડેલા કાઈ માણસની સાથે કુંતીને તે ખબર પહોંચડાવ્યા. આ ખબર સાંભળતાંજ શોકાતુર થયેલી કુંતી પેાતાના ચાર પુત્રા