________________
વનવાસની વિટંબણું.
(૪૩) ત્યાંથી બીજે સ્થળે ચાલ્યો ગયો. રાત્રિની પ્રવૃત્તિ થવાથી અંધકાર સર્વ સ્થળે વ્યાપી ગયું હતું. પતિઓથી વિખુટી પડેલી દ્રપદી ભયંકર રાત્રિ પ્રસાર કરવાની મનમાં ચિંતા કરતી હતી. આ વખતે હેડંબા અંજળિ જોડી સતીની આગળ આવી ઉભી રહી. હેડંબાને જોઈ સતીના મનમાં આશ્વાસન મળ્યું. હેડંબાએ વિનયથી કહ્યું, “ભદ્ર, તમારા વિયેગથી પાંચે પાંડે શોકાતુર થઈ રહ્યા છે. તેમણે તમારી ઘણી શોધ કરી પણ કોઈ સ્થાને તમારે પત્તે મળે નહીં. આખરે તેમના નેત્રોમાંથી અશ્રુધારા ચાલી રહી છે, એવા તમારા પતિઓ પ્રાણ ત્યાગ કરવાને ઉક્ત થયા છે. માતા કુંતી પણ પુત્રનું દુઃખ જોઈ તેમની સાથે પ્રાણ ત્યાગ કરવા સજજ થયાં છે. “તે સર્વની આવી સ્થિતિ જોઈ હું ઘણી પૃથ્વીને ઓળંગી તમારી પાસે આવી પહોંચી છું. હવે મારી પીઠ ઉપર આરૂઢ થઈ તમારા પતિઓના પ્રાણની રક્ષા માટે સત્વર ચાલો.” આ પ્રમાણે હેડંબા પદીને પિતાની પીઠ ઉપર બેસાડી જ્યાં પાંડ અને કુંતી શોકાતુર થઈ પડયાં હતાં, ત્યાં આવી પહોંચી.
પદી સહિત હેડંબાને જે કુંતી અને પાંડવે પ્રસન્ન થયા અને તેમણે હેડંબાને હૃદયથી ઉપકાર માન્ય. હેડંબાના અપાર ઉપકારમાં આકાંત થયેલી કુંતીએ કહ્યું, “બહેન હિડંબા ! તું રાક્ષસી નથી, પણ દેવી છે. તે અમારા ઉપર જે ઉપકાર કર્યો છે, તેને બદલે અમારી આ સ્થિતિમાં કઈપણ રીતે વાળી શકાય તેમ નથી. તથાપિ તું કહે કે, તારે