________________
વનવાસની વિટંબણા.
(૪૯)
હતી. જે મનુષ્યમાં પરોપકારવૃત્તિ અને સેવા—ભક્તિ કરવાના ગુણ હાય છે, તે મનુષ્ય ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત તેમાંથી એક બીજી વાત શિક્ષણીય છે. રાક્ષસી હેડ ખા જે ઉત્તમ જીવનમાં આવી હતી, તે સત્સંગના પણુ પ્રભાવ છે. હેડ ખાને જ્યારથી પાંડવાના પવિત્ર કુટુંબને સત્સંગ થયે, ત્યારથીજ તેની મનેાવૃત્તિમાં સુધારણા થતી આવતી હતી, એકચક્રાનગરીના ઉદ્યાનમાં મુનિના સમાગમ, તેમના મુખથી ઉપદેશનું શ્રવણુ અને અહિંસાવ્રતનું ગ્રહણ એ સર્વ સદાચારના યાગ હેડ બાને જે થયા હતા, તેનુ કારણ પાંડવાના ઉત્તમ કુટુંબના સમાગમ હતા. સત્સંગ એ દિવ્ય ગુણ છે અને તેનાથી અધમ જન પણ ઉત્તમ બની જાય છે; તેથી સર્વ વિજનોએ સદા સત્સંગ કરવા. અમ અને દુરાચારને સેવનારા રાક્ષસકુળમાં જન્મેલી, અને અધમ સહવાસમાં ઉછરેલી હેડંબા પાંડવકુટુંબના સત્સંગથી ગુરૂભકતા પરાપાકરણી, ધમિણી અને વ્રતધારિણી શ્રાવિકા થઇ, એ સત્સંગના કેવા પ્રભાવ ? આવા દિવ્ય ગુણને ધારણ કરનારા પ્રાણીએ આ વિશ્વ ઉપર માનવજીવનની સાર્થકતા કરવા સમર્થ થાય છે. તેથી પ્રાચીન જૈનાચાર્યા કહે છે કે, સત્સંગ એ ભવતાપને શમાવવામાં મેઘરૂપ છે, સર્વ પ્રકારના વાંછિત આપવામાં કલ્પવૃક્ષ છે અને અજ્ઞાનથી અંધ થયેલાને દિવ્યાંજન છે.
..