________________
(૪૧૦)
જૈન મહાભારત
પ્રકરણ ૩૧ મું.
અભયદાન અને જીવિતદાન. એક વિશાળ ગૃહમાં બે બાળકે આનંદથી નિર્દોષ બાળકીડા કરતા હતા. શિક્ષાની નાની નાની વાર્તાઓ એક બીજાને કહેતા હતા, અને તે વાર્તાને સાર પોતાના મુગ્ધ હૃદયમાં ઉતારતા હતા. ક્ષણે ક્ષણે નવી નવી શંકાઓ કરી પાછા પોતાના મુગ્ધ વિચારથી તે શંકાઓનું સમાધાન પિતાની મેળે જ કરતા હતા. તેમાંથી એક બાળક ઉઠીને ઘરમાં ગયું. અને ક્ષણવારે પાછું આવી પેલા બીજા બાળકની સામે શેકાતુર ચહેરે ઉભું રહ્યું.
દાદર–કેમ બહેન, તું ઘરમાં જઈ શકાતુર ચહેરે પાછી કેમ આવી?
ગા–ભાઈ, હું આપણું પિતાશ્રીને વંદન કરવા ગઈ હતી, ત્યાં તેઓ શોકાતુર થઈ બેઠા હતા. તેમના નેત્રમાંથી અશ્રુધારા ચાલતી હતી. હમેશાં જ્યારે હું તેમને વંદન કરવા જાઉં છું, ત્યારે તેઓ મને હસતે મુખે બોલાવે છે અને ઉત્સંગમાં બેસાડી રમાડે છે. પણ આજે તે તેઓ કોઈ બેલ્યા. નહીં અને મને જોઈને ઉલટા વધારે શોકાતુર દેખાયા. આથી મારું હૃદય શોકાતુર થઈ ગયું અને મારા મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ છે. પ્રિય ભાઈ, આપણું પિતાશ્રી શામાટે