________________
(૪૦૬)
જૈન મહાભારત. તિલક સરખી છે. વર્ષાકાળમાં મેઘમાળા જેમ વનશ્રેણીને નૂતનતા આપે છે, તેમ શુદ્ધ દયા રાજ્યલક્ષમીને નૂતનપણું પમાડે છે. જીવદયા એ દિવ્ય ગુણ છે, તે સર્વ રોગ તથા સર્વ અનર્થને નાશ કરે છે. અને તે આયુષ્યની વૃદ્ધિનું અમૂલ્ય
કારણ છે.”
મુનિરાજની આ દેશનાએ ભીમપત્ની હેડંબાના હદયમાં સારી અસર કરી. તે રાક્ષસીએ ત્યારપછી નિરપરાધી જીની હિંસા ન કરવાને દઢ નિયમ ગ્રહણ કર્યો. મુનિદેશના સાંભળી પવિત્ર થયેલી કુંતીએ તે સમયે પિતાનો સંશય દૂર કરવાને અંજળિ જોડી કહ્યું “મહામુનિ, આ મારા પુત્ર વિપત્તિના સાગરને ક્યારે ઉતરશે?” કુંતીને આ પ્રશ્ન સાંભળી જ્ઞાની મુનિ પ્રસન્નવદને બેલ્યા–“ ભદ્ર, તારા પુત્ર પુણ્યથી પવિત્ર છે. તેઓ અનુક્રમે નિરૂપમ ભક્તિ અને મુક્તિના પાત્ર થશે. કેટલાક સમય પછી તારા પુત્રને પુન: રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થશે. આ તારે જયેષ્ઠ પુત્ર યુધિષ્ટિર દુષ્ટને શિક્ષા કરનારો અને આહત ધર્મની પ્રભાવનાને વધારનારે થશે. છેવટે પાંચ પુત્રો અનુક્રમે સંયમને આરાધી, કર્મને નિમૂળ કરી પાંચમી ગતિને સંપાદન કરશે.” - મહામુનિની આવી ભવિષ્ય વાણું સાંભળી કુંતી અને પાંચે પાંડે હૃદયમાં પ્રસન્ન થઈ ગયા. તેવામાં તે મહાત્મા મુનિ ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા. અને મુનિ ગયા પછી સર્વ સભા વિસર્જન થઈ ગઈ.