________________
નળાખ્યાન.
( ૩૧૧ ) વૃત્તાંત વિદુરની આગળ જણાવ્યેા. તે સાંભળી વિદ્વાન વિદુર વિચારમાં પડયા. વિદુરના મનનાં આવ્યુ કે, ધૃતરાષ્ટ્રના હૃદયમાં વિકાર ઉત્પન્ન થયા છે, માટે આ વખતે તેને ખરેખરૂં કહીને સમજાવવા જોઇએ. આમ ધારી વિદુર મેક્લ્યા—ભાઈ ધૃતરાષ્ટ્ર તમે જે વાત કહી, તે મને ચેાગ્ય લાગી નથી. આવી અનુચિત સલાહ આપનારા, તમારા મત્રીઓને મારે શું કહેવું? તેઓ ખરેખરા મૂર્ખ શિરામણી લાગે છે. આ તમારા પુત્ર દુર્યોધન મહાન અનથ કરનારા છે. તે આપણા કારવકુળ રૂપ વનને વિષે દાવાનલ રૂપ ઉત્પન્ન થયા છે. જુગાર રમી પાંડવાને પરાભૂત કરાવવાના તેના કુવિચાર કોઈ રીતે પ્રસ’શાપાત્ર નથી. પૂર્વે આવા દુરાચરણથી ઘણા લેાકા મહા વિપત્તિ પામ્યા છે. દ્યૂત ક્રીડાથી નળ કૃખર માપત્તિના ભાગ થઈ પડયા હતા, તેમનુ આખ્યાન સાંભળવા જેવું છે, તે એક ચિત્તે સાંભળેા.—”
“કાશળ દેશની રાજધાની કાસલા નગરીમાં નિષધ રાજા રાજ્ય કરતા હતા, તેને નળ અને કુબેર નામે બે પુત્રા થયા હતા, અને ચતુર અને બુદ્ધિમાન હતા. એક વખતે કાઇ તે આવી ખબર આપ્યા કે, “વિદર્ભ દેશમાં આવેલા કુડિનપુરના રાજા ભીમરથને દિવ્ય રૂપવતી દમયંતી નામે કન્યા છે. તેણીના અદ્ભુત રૂપ અને ગુણા જોઈ રાજા ભીમથે ચાગ્ય વરની શેાધ કરવા માંડી, પણ કાઇ ચેાગ્ય રાજકુમાર નહિં મળવાથી, તેણે સ્વય વર રચેલા છે, તેમાં આવવાને હું આ