________________
વનવાસ.
( ૩૮૧ )
ચિંતામણિ સમાન માનવદેહનું ફળ મેળવવુ હાય, તે આ પુત્ર યુધિષ્ઠિરની પવિત્ર પદ્ધતિનુ અનુકરણ કરજો. તેના જેવા પવિત્ર ગુણા ધારણ કરજો. અને તેની જેમ સદાચારનુ સેવન કરજો.
વળી આ સમયે એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે, યુધિષ્ઠિરે જ્યારે પેાતાના પૂજ્ય ભીષ્મને શિક્ષા આપવાની પ્રાર્થના કરી તે વખતે દયાળુ ભીષ્મે જે શિક્ષાનાં વચના કહેલાં છે, તે સદા મનન કરવા યાગ્ય છે. તેઓએ ખાસ પનર ચારને નાશ કરવાને માટે જે યુધિષ્ઠિરને સૂચના આપેલી છે, તે હૃદયમાં સ્મરણીય છે. યુધિષ્ઠિર જેવા સદ્ગુણી પુત્ર જુગારના ક્રુ સનમાં આસક્ત થઈ દુસ્થિતિમાં આવી પડ્યો, એ વાત તેના સ્મરણમાં રાખવાને વિદ્વાન્ ભીષ્મપિતામહે તે વિષેનું સારૂ વિવેચન કર્યુ હતુ અને પવિત્ર યુધિષ્ઠિરે તે વડિલની શિક્ષા પેાતાના હૃદયમાં સ્થાપિત કરી હતી.
યુધિષ્ઠિર સર્વગુણ સંપન્ન હતા, તે છતાં તેનામાં જુગારનું દુર્વ્ય સન રહેલુ હતુ અને તે દુર્વ્યસનનું કટુ ફળ તેને ચાખવુ પડયું હતું. પણ જ્યારે ભીષ્મપિતામહે તે વિષેના ઉત્તમ બેધ આપ્યા, ત્યારે તે મહાનુભાવે, તે વ્યસનના સર્વથા ત્યાગ કર્યા હતા.
આજકાલ સ્વત ત્રતાને ઇચ્છનારા ઉચ્છ્વ ખલ તરૂણા જો કાઇ દુ`સનમાં પડી જાય છે અને તે વ્યસનથી તેમને ઘણી હાનિ થાય છે. તે છતાં તેઓ એ વ્યસનના ત્યાગ કરી