________________
(૩૯૮)
જૈન મહાભારત કલ્પવૃક્ષની સુંદર લતાને ત્યાગ કરી એરંડાના વૃક્ષ પાસે કોણ જાય? પિતાની પાસે મણિ છતાં કેડીને ગ્રહણ કરવાની ઈચ્છા કોણ કરે? જેઓને ઉગ્ર ભુજદંડ હોય, તેઓને બીજાની સહાયતાની અપેક્ષા કરવી, એ તેમને લાજવા જેવું છે. વળી હું મારા જ્યેષ્ટ બંધુની આજ્ઞાને આધીન છું. તેથી મારાથી તારી વિનંતિ માન્ય થઈ શકે નહીં. કુલીન આર્ય પુત્ર હમેશાં વડિલની આજ્ઞાને આધીન હોય છે.”
ભીમે આવી રીતે કહ્યું, તથાપિમદનાતુર રાક્ષસી દીન થઈને બોલી—“મહારાજ, હું તમારે શરણે આવી છું. મારો તમે ત્યાગ કરશે, તે પણ હું યાજજીવ સુધી તમારૂં ધ્યાન કરીશ. આપે દયા લાવી મારે અંગીકાર કરે જોઈએ. વળી મારી પાસે ચાક્ષસી નામે એક વિદ્યા છે, તે આપ ગ્રહણ કરે. એ વિદ્યાના બળથી અંધકારમાં પણ પ્રકાશ થાય છે.” આટલું કહી તે રાક્ષસીએ ભીમને ચાક્ષુસી વિદ્યા આપી. ચાક્ષુસી વિદ્યા પ્રાપ્ત થવાથી ભીમસેનને સર્વ સ્થળે પ્રકાશ દીસવા લાગ્યા. - આ પ્રમાણે હેડંબા અને ભીમસેન ઉભાં ઊભાં વાર્તાલાપ કરતાં હતાં, ત્યાં ચરણના આઘાતથી પૃથ્વીને કં. પાવતે અને યમરાજની જેમ સર્વને ત્રાસ આપતે હેડંબ રાક્ષસ આવી પહોંચે. તેણે આવી હેડંબાને કહ્યું–“હે પાપિ, દુષ્ટા, તને ધિક્કાર છે. મને ક્ષુધાતુરને મુકી અહીં આવી કામાતુર થઈ ગઈ. પ્રથમ મારા જઠરાગ્નિમાં તને જ ઇંધ