________________
વનવાસની વિટંબણુ.
(૩૯) નરૂપ કરીશ અને ત્યાર પછી આ પાપી પુરૂષને હમીશ” આ પ્રમાણે કહી તે રાક્ષસ હેડંબાને મારવા દેડ્યો. તે વખતે પરાકમી ભીમ બેલ્યા–“રાક્ષસ, આ તારી નિરપરાધી બહેનને શા માટે મારે છે? હું જે તેની ઉપેક્ષા કરૂં, તો મને સ્ત્રીહત્યા લાગે માટે એને મારીશ નહીં. જે તારામાં બળનો ગર્વ હોય તો શસ્ત્ર લઈને મારી સામે આવી જા.” ભીમનાં આવાં વચન સાંભળી હેડંબાને છોડી દઈ તે રાક્ષસ ભીમને મારવાને ધસી આવ્યું. ભીમસેન પણ એક મેટું વૃક્ષ ઉખેડી તેની સામે ધર્યો. ભીમસેને વૃક્ષને પ્રથમ પ્રહાર કર્યો. તે પ્રહારથી હેડંબ ક્ષણવાર મૂછિત થયે. પણ પાછે સાવધાન થઈ માયા રચી તેણે મેટી ચીસ પાડી. તેના વનિથી યુધિષ્ઠિર વગેરે સર્વ નિદ્રામાંથી જા. ગી ઉઠ્યા. પ્રથમ કુંતી જાગ્રત થઈ ત્યાં તેણુએ પિતાની પાસે ઉભેલી હેડંબાને જોઈ “તું કેણ છે?” એમ તેણીને પુછયું એકલે હેડંબાએ પોતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે બંને માનુષી અને રાક્ષસી સ્ત્રી વાર્તાલાપ કરતી હતી, તેવામાં તો કૂર રાક્ષસે પ્રચંડ પ્રહારથી ભીમને મૂર્શિત કરી નાંખે ડે બાએ ભીમને બતાવ્યું તે જોઈ કુંતી પકાર કરતી મૂર્શિત થઈ ક્ષણવારે સાવધાન થઈ વિલાપ કરવા લાગી, તેવામાં વીર ભીમસેન મૂછમાંથી સાવધાન થઈ બેઠે થયે અને હેડંબની સાથે યુદ્ધ કરવા દેડ્યો. આ વખતે યુધિષ્ટિર, અર્જુન, નકુલ અને સહદેવ જાગ્રત થઈ ભીમની પાસે આવ્યા. યુધિષ્ઠિરે ભીમને કહ્યું “બંધુ, આ તારે રિપુઘાતક મહાવીર અર્જુન તારી પાસે હલે છે, તેને યુદ્ધ કરવાદે. તું વિશ્રાંતિ લે.” યેષ્ટ બંધુ