________________
(૪૦૦ )
જૈન મહાભારત,
"C
ના આવાં વચન સાંભળી ભીમસેન આહ્વા— જ્યેષ્ઠ અધુર તમારી અમૃતમય દૃષ્ટિથી મારૂ મન પ્રફુલ્લિત થઈ ગયુ છે. હવે મારે કાઇની મદદ જોઇતી નથી. આ તમારા નાના ભાઇતું સામર્થ્ય જીવેા. તમારા બધા દેખતાં હું આ ક્રૂર રાક્ષસને મારી નાંખીશ. આ દુષ્ટ રાક્ષસના ભયથી આ વનમાં કાઇ મનુષ્ય પ્રવેશ કરી શકતું નથી, પણ હવે તમારી કૃપાના પ્રભાવથી મનુષ્યા પણ આ વનમાં પ્રવેશ કરશે.” આ પ્રમાણે કહી ભીમસેન હેડ બ ઉપર તુટી પડ્યો. બંનેનું ભય કર યુદ્ધ ચાલ્યુ. મુામુષ્ટિ અને કેશાકેશિ ચાલી. જ્યલક્ષ્મી ડેાલાયમાન થવા લાગી, હેડ ખ યુદ્ધમાં ચડીઆતો થવા લાગ્યા. તેના ચરણની રજથી આકાશ છવાઈ ગયું. ભીમની જરા નિ લતા અને હેડ બની પ્રખળતા જોઇ યુધિષ્ઠિરે અર્જુનને કહ્યુ, “ભાઈ અર્જુન, તૈયાર થઇ જા. જો વિલંબ કરીશ તા હવે ભીમના ઘાત થઇ જશે અને ક્ષણમાં આ જગત્ નિસ થઇ જશે. જો, આ મદોન્મત્ત રાક્ષસ તારા વડા ભાઈને ભુજામાં લઇ મ ન કરે છે. ઉભા ઉભા શુ જીવે છે ?” આ પ્રમાણે યુધિષ્ઠિર અધીરા થઇ અર્જુનને કહેતો હતો, તેવામાં તો પરાક્રમી ભીમસેને તે રાક્ષસને પોતાની ભુજાવડે ગ્રીવાથી પકડી પશુની જેમ મારી નાંખ્યા. આથી યુધિષ્ટિર રામાંચિત થઇ ખુશી થઇ ગયા. તે હર્ષ થી શત્રુધાતક પેાતાના ભાઈ ભીમસેનના શરીર ઉપરથી રજ ખંખેરવા લાગ્યા. અને અર્જુન, નકુલ અને સહદેવ ભીમના પસીનાવાળા દેહને વાયુ ઢ.વા લાગ્યા. પછી ભીમ ક્ષણવાર વિશ્રાંતિ લેવા એકાંતે બેઠા,