________________
કપટ દે.
(૩૮૯) વાન ભીમસેન ફરવા જવાને મિષે અશ્વારૂઢ થઈ સુરંગ ક્યાં નીકળે છે અને તેને સિધે માંગ કેવી રીતે જડશે.” એ સર્વને નિશ્ચય કરતે હતે. નકુળ અને સહદેવ કુંતી તથા દ્વિપદીને સુરંગમાર્ગે ચાલવાને અભ્યાસ તથા પરિચય કરાવતાં હતાં. - દેવયોગે એવું બન્યું કે, કોઈ વૃદ્ધા સ્ત્રી પિતાના પાંચ પુત્રો અને એક પુત્રવધુ સાથે તે મેહેલમાં આવી ચડી. કુંતીએ તેણીને બહેન સમાન ગણ માન આપ્યું. અને પ્રેમથી પિતાને ત્યાં રાખી. માર્ગના શ્રમથી થાકી ગયેલી તે વૃદ્ધા પિતાના પાંચ પુત્ર અને વધુ સાથે તે રાત્રિવાસ ત્યાં રહી. તે દિવસ કૃષ્ણચતુર્દશીને હતો. એ વાત કુંતીના ધ્યાનમાં ન રહી.
કૃષ્ણચતુર્દશીને દિવસ જાણી યુધિષ્ઠિર પોતાના કુટુંબ સાથે સુરંગને માર્ગે ચાલી નીકળ્યા અને એક ભીમ તે મહેલના દરવાજામાં ગુપ્તપણે ઉભે રહ્યો. બરાબર સમય થયે, એટલે પેલે પુરેચન તે દ્વાર આગળ આવ્યું અને તેણે ત્યાંથી આગ લગાડી. આવું દુષ્ટ કર્મ જોઈ ભીમને ભારે કોધ ઉત્પન્ન થયું. તેણે તે દુષ્ટ પુરોચનને દ્વારની પછવાડેથી આવી પકડી લીધા. અને મુષ્ટિને પ્રહાર કરી તેના પ્રાણ લીધા. પછી તેને બળતા અગ્નિમાં નાંખી પરાક્રમી ભીમ
જ્યાંથી સુરંગ હતી, ત્યાંથી ચાલી પોતાના સંબંધીઓને જઈ મળે. યુધિષ્ઠિર વગેરે સર્વ સુરંગ મા થઈ બીજે