________________
જૈન મહાભારત
(૩૮૦)
કરજો. અને આ કુતીને મારી સમાન જાણી તેની આજ્ઞા ઉડાવજો અને તેની ભક્તિ કરજો.
આ પ્રમાણે વિવિધ પ્રકારની શિક્ષા આપી અને પરસ્પર પવિત્ર પ્રેમ દર્શાવી પાંડુ, વિદુર, માદ્રી વગેરે સર્વ રાજપરિવાર ત્યાંથી પાછા ફર્યા હતા.
સ`ને વિદાય કર્યા પછી યુધિષ્ઠિર પેાતાના અંધુઓની સાથે ત્યાંથી આગળ ચાલ્યા હતા. તેની સાથે માત્ર કૃષ્ણ અને કેટલાએક પ્રજાજને અશિષ્ટ રહ્યા હતા. તેની મનેાવૃત્તિમાં પેાતાના વડિલેાની શિક્ષાનું સ્મરણ થયા કરતું હતું.
પ્રિય વાંચનાર, અહિંથી પ્રતાપી પાંડવાના વનવાસના આર ંભ થાય છે, એ વાત ધ્યાનમાં રાખજે, વનવાસમાં જતી વખતે પાંડવાના પ્રમુખ યુધિષ્ઠિરે કેવા શિષ્ટાચાર કર્યાં હતા. પૂર્વ કાળે આ પુત્રામાં એવા શિષ્ટાચાર ચાલતા હતા. સ કાર્ય વિડેલની આજ્ઞાથીજ થતુ હતુ. વિનીત અને ગુરૂભક્ત યુધિષ્ઠિરની તરફ ગુરૂજનની અને લેાકેાની કેવી પ્રીતિ હતી ? તે યુધિષ્ઠિરના પ્રયાણ વખતે પ્રત્યક્ષ દેખાઇ આવી હતી. યુધિષ્ઠિર માતૃભક્ત, પિતૃભક્ત, ગુરૂભક્ત અને લેાકભક્ત હતા. વિનયના મહાન્ ગુણથી તેણે સર્વ જનોને વશ કરી લીધા હતા. તેથી તેની તરફ સર્વ જનો સારી ભાવના રાખતા હતા. અને તેની પર આશીવાદની વૃષ્ટિ કરતા હતા.
વાંચનાર, જો તમારે જીવનના માર્ગ સુધારવા હાય, આ ક્ષણિક જીવનને બદલે ચિરસ્થાયી યશ રાખવુ' હાય અને