________________
જૈન મહાભારત.
( ૩૭૮ )
કર્યા પછી યુધિષ્ઠિર બંધુસહિત પોતાના પિતા પાંડુ અને વિદુરની પાસે આબ્યા. યુધિષ્ઠિરે વિદુરને કહ્યું, “ પૂજ્ય કાકા, અમે વનવાસ જઇએ છીએ. મારાં માતાપિતાના મન અમારા વિયોગથી અતિ દુ:ખી છે, માટે ઉપદેશથી તેમના મનને શાંત અને સ્થિર કરજો. જો આપની સ ંમતિ હેાય તે મારા માતાપિતાને સાથે લેવા મારી ઇચ્છા છે. તેમ વળી મારી પ્રજાની જેવી પ્રીતિ મારા પિતા પાંડુ ઉપર છે, તેવી ધીમે ધીમે મારે વિષે પણ કરાવજો. ’
યુધિષ્ટિરનાં આવાં વચન સાંભળી વિચક્ષણ વિદુર આ પ્રમાણે એલ્યા—-“વત્સ યુધિષ્ઠિર, દુર્ગંધનનુ હૃદય તમારી ઉપર ઇષ્યાંવાળુ થઇ રહ્યુ છે, માટે સર્વે કુટુંબને સાથે લઇ વનમાં જવુ, એ મને યાગ્ય લાગતુ નથી; માટે પાંડુને રાજ્યમાં રાખી જાઓ. અને તમારી માતા કુંતીને સાથે લઈ જાઓ. કારછુ કે, ધીરવીર પાંડુ તમારા વિયોગને સહન કરી શકશે પણ આ કુંતી તેા ક્ષણમાત્ર પણ તમારા વિયોગ સહન કરી શકરશે નહીં. ” આ પ્રમાણે વિદુરનાં વચન સાંભળી યુધિષ્ઠિરે તે વાત માન્ય કરી પછી યુધિષ્ઠિરે પાંડુ પિતાને નમસ્કાર કરી તેમની રજા લીધી. તે વખતે પિતૃભક્ત યુધિષ્ઠિરના નેત્રામાંથી અશ્રુધારા ચાલવા લાગી. આ સમયે પુત્રાથી વિયાગ ન થયા એ હું અને પતિથી વિયેાગ થયા, એ શેક—એમ કુંતી હર્ષ તથા શાકવાળી થઇ ગઇ. તે વખતે વ્યવહારકુશળ વિદ્રે ધીરજ આપતાં કહ્યું, “ વત્સ વનના વિકટ માગ માં સાવ
,,