________________
(૩૭૬)
જૈન મહાભારત. પાંચ પ્રતિભૂ ગ્રહણ કરવા અને પનર ચિરોનો નિગ્રહ કરે વસ યુધિષ્ઠિર, એ પનર ચારમાંથી જુગારરૂપ ચારે તારા રાજ્યનું કેવી રીતે હરણ કર્યું, તે તે નજરે જોયું છે. તેથી હવે ફરીવાર એ ચારેને માન આપતે નહીં. તેમને નાશ કરવાને નિરંતર પ્રયત્ન કરજે. તારા મનને હમેશાં સાવધાન રાખજે અને વનવાસની અવધિ પૂર્ણ થાય ત્યારે સત્વર પાછા ફરજે. આ માટે ઉપદેશ તારા હૃદયમાં સ્થાપિત કરજે.”
ભીષ્મ આટલું કહી ત્યાંથી રાજધાની તરફ પાછા ફર્યા હતા. પછી યુધિષ્ઠિર દ્રોણાચાર્ય પાસે આવ્યા અને તેમની પાસે હિત શિક્ષાની પ્રાર્થના કરી. દ્રોણાચાર્યે પાંડ તરફ પ્રેમ બતાવી કહ્યું, શિષ્ય યુધિષ્ટિર, સત્ય, ધર્મ, નીતિ અને વિનયથી તું પૂર્ણ છે. હું તો પાંડે અને કરે-બંનેને ગુરૂ છું. તેમાં તમારા વીર બંધુ અર્જુનને મેં પ્રીતિથી સર્વના કરતાં અધિક વિદ્યા શીખવી છે. જે એ વિદ્યાને નિરંતર અભ્યાસ રાખે તે યુદ્ધમાં પણ જીતી શકે. તે વીર બંધુની સહાયથી તું સર્વ ઠેકાણે વિજ્ય મેળવીશ. વનમાં વિકટમાર્ગમાં તમારૂં કલ્યાણ થાઓ. અને નિર્વિને વનવાસી પૂર્ણ કરી તમે સત્વર પાછા ફરે. મારા ઉપવાસી નેત્રને તમારા દર્શન રૂપી પારણું વેહેલું થાય તેવું કરે. પછી કૃપાચાર્યું પણ તેમને શિક્ષણ સાથે આશીષ આપી હતી. બંને ગુરૂઓ પાંડના વિગથી મનમાં ખેદ પામી પાછા વળ્યા.
પછી યુધિષ્ઠિર અને પાંડવે પોતાના કાકા ધૃતરાષ્ટ્રની રજા