________________
(૩૭૪)
જૈન મહાભારત. તિજ્ઞા તોડવામાં આવે તે પછી તેમાં મારી અપકીર્તિ થાય.
અપકિત થવાના કરતાં મરવું વધારે સારું છે. જેનું જીવન નિષ્કલંક અને સત્યથી પવિત્ર છે, તેજ પુરૂષ જીવન વાળે છે, એમ હું માનું છું. મારા સંબંધીઓને પણ મારી સત્ય પ્રતિજ્ઞાના નિર્વાહને અર્થે મેં આ સમયે વારી રાખ્યા છે.” - યુધિષ્ઠિરનાં આવાં ધર્મ અને નીતિ ભરેલાં વચને સાંભળી કૃષ્ણનો કોધ શાંત થઈ ગયો. પછી અહીંથી પ્રયાણ કરવાની ઈચ્છા રાખનારા યુધિષ્ઠિરે પિતાના સર્વ સંબંધિએને મળવાનો વિચાર કર્યો. પ્રથમ તે પિતાના બંધુઓને સાથે લઈ
જ્યાં વૃદ્ધ ભીષ્મપિતામહ બેઠા હતા, ત્યાં આવ્યો. યુધિષ્ઠિર તેમને નમસ્કાર કરી વિનયથી બેલ્યા–“દાદા, તમે અમારા મોટા ગુરૂ છો. અમે તમારા માવજીવિત આભારી છીએ. દૈન વાગે અમારે વનવાસ કરવાનો પ્રસંગ આવે છે, માટે વ્યસનને દૂર કરનારી અને પરમાર્થને દર્શાવતી કોઈ પણ ગ્ય શિક્ષા આપે. આપની યોગ્ય શિક્ષા અમોને ઉપયોગી થઈ પડશે.”
યુધિષ્ઠિરનાં આવાં વચન સાંભળી ભીષ્મપિતા પ્રસન્ન થઈને બેત્યા–“પ્રિય પાંડવે, આ જગતમાં જેટલા પ્રાણી છે, તે સર્વ તારા ઉત્તમ ગુણને વશ થઈ રહ્યા છે. તારા જે સુજ્ઞ પુરૂષ આ ધૂતના દુર્વ્યસનમાં સપડાઈ ગયે, એ વાત આશ્ચર્યકારી છે, પણ ભાવિની પ્રબળતા આગળ કેઈનું ચાલતું નથી. હવે જે બન્યું તે ખરૂં. વનવાસમાં રહીને તારે