________________
(૩૭૨)
જૈન મહાભારતકાંતા કેમ આચરે પાંડના પદથી પવિત્ર થયેલા વનમાં તેમની સાથે રહેવું, એ મને સારું લાગે છે. આપણું પિતાને કહેજો કે, તમારી દુહિતા સ્વધર્મ પ્રમાણે વર્તવામાં સુખ માને છે. જે તમારી ઈચ્છા હોય તે આ તમારા પાંચે ભાણેજેને પિતાને ઘેર લઈ જાઓ.” પિતાની ભગિનીનાં આવાં વચન સાંભળી ધૃષ્ટદ્યુમ્ન કાંઈ વિશેષ બોલી શકે નહીં. તેના નેત્રમાં અશ્રુ આવી ગયાં, અને તે શોકાતુર બની ગયે. પછી યુધિષ્ઠિરની આજ્ઞા લઈ પોતાના પાંચ ભાણેજને લઈ તે પોતાને ની રાજધાની તરફ રવાને થયે. પુત્રના વિયોગથી વૈદભને દુ:ખ લાગ્યું હતું.
ધૃષ્ટદ્યુમ્ન ગયા પછી બીજે દિવસે પાંડવો કામ્યકવનમાં રહ્યા હતા, ત્યાં કઈ અનુચરે આવી ખબર આપ્યા કે, દ્વારકાપતિ કૃષ્ણ આપને મળવા આવે છે. પાંડે આનંદ પામી બેઠા થયા. ત્યાં શ્યામકુમાર કૃષ્ણ આવી તેમને મળ્યા. પાંડએ કૃષ્ણને નમસ્કાર કર્યા. પાંડવેને મળી કૃષ્ણ તરતજ ત્યાં - હેલાં કુતીની પાસે આવ્યા અને તેણે તેમના ચરણકમળમાં વં. દના કરી. વૃદ્ધ કુંતીએ હૃદયથી આશીષ આપી. સવે આનંદપૂર્વક બેઠા થયા. પછી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું, “રાજન, દુષ્ટ, દુર્યોધને તમને કપટથી જુગારમાં હરાવ્યા–એ વાત મારા સાંભળવામાં આવી હતી. દુર્યોધનને આ કુકર્મમાં ઉત્તેજન આ પનાર કર્ણ અને શકુનિ એ બે મુખ્ય હતા, એ વાત મારા જાણવામાં આવી છે. તે વખતે હું પાસે ન હતો, એટલી દિલ