________________
( ૩૭૦ )
જૈન મહાભારત.
હતી અને વનમાં પ્રાણીઓને તેમની રક્ષા કરવાને ભલામણ આપતી હતી.
નગરજનો પોતાના પિતારૂપ યુધિષ્ઠિરના વિયાગ થતા જોઇ આક્રંદ કરતા તેમની પાછળ આવતા હતા. પેાતાના મહારાજાના ઉત્તમ ગુણ્ણાનુ સ્મરણ કરી તેએ અતિશાક ધારણ કરતા હતા અને દુષ્ટ દુર્યોધન ઉપર ક્રોધ કરી તેના દુષ્ટકને ધિક્કારતા હતા.
હૅસ્તિનાપુરથી ચાલી પ્રતાપી પાંડવા કામ્યક વનમાં આવ્યા, ત્યાં એક પ્રચંડ રાક્ષસે આવી દ્રોપદીની પાસે માટી ભયંકર ગર્જના કરી, એ ગજ ના સાંભળતાંજ દ્વાપદીએ મોટી ચીસ પાડી એટલે બળવાન ભીમે આવી એક ગદાના પ્રહારથી તેના પ્રાણ હરી લીધા. તે જોઇ સજન આશ્ચર્ય પામી ગયા હતા. આ પ્રચંડ રાક્ષસ દુર્યોધનના મિત્ર હતા. તેનુ નામ કિશ્મીર હતું. દુર્યોધનનું હિત કરવાને તે પાંડવાનુ અનિષ્ટ કરવા આવ્યા હતા, પણ ત્યાં તે તેનું જ અનિષ્ટ થયું હતું. લેાકેાના -આગ્રહથી અને ભીમસેનના કહેવાથી યુધિષ્ઠિરે તે વનમાં વાસ કર્યા હતા. અને ત્યાંથી સ અનુયાયી લેાકેાને વિદાય કરવાની તેણે ધારણા રાખી હતી. તે સ્થળે ભૂમિ શય્યાપર રાત્રિષાંસ કરી પ્રાત:કાળે ભાજન સમયે ભાજનની ઈચ્છા થતાં તેઓ સામગ્રી વિના ચિંતાતુર અન્યા હતા, તે વખતે વીર અર્જુને આહારને આહરણ કરનારી વિદ્યાનું સ્મરણ કર્યું, એટલે સ સામગ્રી પ્રાપ્ત થઇ ગઇ. ચતુર દ્રોપદીએ રસવતી