________________
(૩૬૮)
જેન મહાભારતતથાપિ તેણીના હૃદયમાં પતિ ઉપર અભાવ કે દ્વેષ ઉત્પન્ન થયે ન હતું. પતિએ જે કામ કર્યું, તેને તેણીએ સ્વીકારી લીધું હતું. આ દ્રોપદીનું ચરિત્ર દરેક શ્રાવિકાને અનુકરણ કરવા ગ્ય છે. તેણીના જેવી ઉત્તમ પતિભક્તિ ધારણ કરનારી શ્રાવિકા પૂર્વે આર્યદેશમાં થતી હતી, તેથી તે કાળે આર્ય જેનપ્રજા ઉદય કાળમાં રહેલી હતી. આજકાલ તેવી જેનયુવતીઓ જોવામાં આવતી નથી. જે પતિ સર્વ રીતે સુખ આપે તેજ તે પતિભક્તા રહે છે. પણ દૈવયેગે જે પતિ દુખદાયક થઈ પડે તે વર્તમાનકાળની વનિતાએ પતિ તરફ વિરક્ત થઈ જાય છે. કેટલીએક અધમ અબળાઓ તે દુઃસ્થિતિમાં આવી પડેલા પતિને ધિક્કારે છે, તેની સામે કટુવચને કાઢે છે અને ક્ષણે ક્ષણે તેનું અપમાન કરે છે. આવી રીતે વર્તનારી સ્ત્રીઓ આ લોકમાં દુ:ખી થઈ પરલેકમાં દુર્ગતિનું પાત્ર બને છે. તેમણે આ દ્રૌપદીના ચરિત્રનું મનન કરવું જેઈએ અને તે પ્રમાણે વર્તવા ઉજમાળ થવું જોઈએ.
જેઓ નવીન વિદ્યાના સંસ્કારથી સુધરેલા થઈ સ્વતંત્ર રીતે ચાલવા તૈયાર થાય છે, અને ઉÚખલ થઈ પિતાના વડિલેને અનાદર કરે છે, તેમણે પાંડનું સચ્ચરિત્ર વાંચી તેમાંથી ઉત્તમ શિક્ષણ લેવાનું છે. અર્જુન, ભીમ, નકુળ અને સહદેવ પિતાના ષ્ટ બંધુ યુધિષ્ઠિરની કેવી મર્યાદા રાખતા હતા? યુધિષ્ઠિર જુગારમાં સર્વને હારી બેઠા, તથાપિ તેઓ વડિલના કામને માન આપી દુર્યોધનની સેવા કરવાને તૈયાર