________________
(૩૬)
રહ્યા હતા, અને તે પૂર્ણ પરાક્રમી છતાં વિંડલ બંધુની સાથે વનવાસ લેાગવવાને તૈયાર થયા હતા. આનું નામજ ખરેખરી વડિલભક્તિ કહેવાય. પ્રાચીનકાળે તે ભક્તિના પ્રભાવ વિશેષ હતા. તેથી આ જૈનપ્રજા સ ંપ, સંપત્તિ અને સુખની ભાગવનારી થતી હતી. વર્તમાનકાળની નવીન પ્રજા જ્યારે એ ગુણુ સંપાદન કરશે ત્યારેજ તેમના ઉદય થશે. શાસનદેવતા સર્વ જૈન સંતાનેાને તેવી સત્બુદ્ધિ આપે.
——
પ્રકરણ ૨૮ મું.
વનવાસ.
વનવાસ.
પાંડવેા વનવાસ જવા ઇંદ્રપ્રસ્થમાંથી નીકળી હસ્તિના પુરમાં આવ્યા હતા. તેમણે પાતપેાતાના અસ્ત્રો અને શો સાથે રાખ્યા હતા. પાંડુ, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, અને દ્રોણુ વગેર વિડેલા ઘણે દૂર સુધી તેમને વળાવવાને આવ્યા હતા. પાંડવેાના પ્રેમને લઈને તેમના નેત્રામાંથી અશ્રુધારા ચાલતી હતી. વૃદ્ધ કુંતી પુત્રપ્રેમમાં મગ્ન બની તેમની પાછળ જવા તૈયાર થઈ. તેણી વૃદ્ધાવસ્થાને લઇને ચાલવાને અસમર્થ હતી, તેથી દાસીના હાથઝાલી ઉભી ઉભી અશ્રુધારા વર્ષાવતી હતી. તે પુત્રવત્સલા માતા પેાતાના પુત્રાને હૃદયથી આશીષ આપતી
૨૪