________________
જેના કરી અને વિપરીત થશે.
(૩૪૮)
જૈન મહાભારત. સંદેશાથી જેની બુદ્ધિ વિપરીત થયેલી છે એવા કૂબરે તે વાત કબુલ કરી અને પોતે નળની પાસે જુગાર રમવાને આવ્યું. જેના પુણ્યકર્મ ઉદય આવેલા છે, એવા નળરાજાએ કુબેરની સર્વ સમૃદ્ધિ જીતી લીધી. અને પિતે પાછો કેશલ દેશને મહારાજા બની ગયે. પદય થવાને હોય ત્યારે સર્વ ક્રિયા સિદ્ધ થાય છે.”
નિતિકુશળ નળરાજાએ પોતાની રાજસત્તા સ્વાધીન કરી અને સર્વ દેશમાં પિતાની આજ્ઞા પ્રવર્તાવી. કુબર દુષ્ટ બુદ્ધિવાળે હતું, પણ પિતાને બંધુ ધારીને તેને પુન: યુવરાજ પદવી આપી પિતાની રાજધાનીમાં રાખ્યું હતું. પ્રતાપી નળરાજાએ નિષ્કટક રાજય ચલાવી ભારતવર્ષ ઉપર ભારે કીર્તિ મેળવી. ભારતના અનેક રાજાઓ ભેટ લઈ તેને શરણે આવ્યા હતા.નળદમયંતી એ રાજદંપતીનું પવિત્ર નામ ત્રણ લેકમાં વિખ્યાત થઈ ગયું હતું. નિર્મળ અને દયાસાગર નળરાજાએ આ ભરતાનું રાજય હજાર વર્ષ જોગવ્યું હતું. અને પિતાની પ્રજાને દુર્વ્યસનથી દૂર રાખી હતી. - રાજ્યભવ ભેગવતા એવા નળરાજાની પાસે એક વખતે તેના પિતા નિષધને જીવ કે જે દેવગતિને પામ્ય હતે, તે આવી કહેવા લાગે –“હે રાજા, તારા જિયગની અવધિ આવી રહી છે. હું તારે પૂર્વ પિતા તારા ઉપકારને માટે તેને સૂચના આપવાને આવ્યો છું.” દેવતાના આ વચન સાંભળી નળરાજાને તત્કાળ સંસાર ઉપરથી વૈરાગ્ય