________________
સર્વસ્વ હરણ.
(૩૬૩) આણું છે, તેની ભુજાને જે હું જડથી ઉખેડી નાંખું અને તેના વક્ષસ્થળના રૂધિરથી જે હે પૃથ્વીને ન સિંચું અને જેણે સભા વચ્ચે તે સતીને પિતાના ઉરૂ બતાવ્યા છે, તેના ઉરૂને જો ચૂર્ણ ન કરૂં તે હું પાંડુરાજાને પુત્ર નહીં” ભીમની આવી ભારે પ્રતિજ્ઞા સર્વ સભાસાગર ક્ષેભ પામી ગયે. આ વખતે પ્રમાણિક શિરોમણિ વિદુરે શોક ધારણ કરી ધૃતરાષ્ટ્રને કહ્યું “ભાઈ ધૃતરાષ્ટ્ર, મેં તમને દુર્યોધનના જન્મ વખતે કહ્યું હતું, કે આ પુત્ર દુરાત્મા થશે. તે કૈરવકુળને નાશ કરવામાં ધુમકેતુ જે થશે. આખરે એમજ થયું. ભાઈ તારી બુદ્ધિ પણ મને લિન થઈ ગઈ. અને કૈર, તમે આ ચંડાળના જેવાં નીચ કર્મ કરવા કેમ તૈયાર થયા છો ? પિતાના આત્મારૂપ એવા ભાઈઓને જુગારથી જીતવા, વડિલની સભામાં સ્ત્રીને કેશ પકડી લાવવી, તેના અંગ ઉપરથી વર્ષ ખેંચવા, આ તમારા કુકર્મને ધિક્કાર છે. પિતાની સતી સ્ત્રીના શરીર ઉપરથી વસ્ત્ર ખેંચેલું જોઈ ભીમસેન જેવા બળવાનું નથી તે કેમ સહન થાય? પિતાની સ્ત્રીને પરાભવ પક્ષીઓ પણ સહન કરી શકતા નથી તો ભુજા બળવાળા વીર પુરૂષે કેમ સહન કરી શકે? એ ભીમ સર્વને નાશ કરવાને સમર્થ છે. તું આ કલહમાં શા માટે ઉપેક્ષા રાખે છે? તારે તે આવા નીચ દુર્યોધનને ઠાર મારો જોઈએ. કદિ એમ ન કર તે આ દુષ્ટ પુત્રને આવા નીચ કર્મ કરતાં અટકાવવું જોઈએ.” આટલુ