________________
નળાખ્યાન.
•
(૩૪૯) ઉત્પન્ન થઈ આવ્યું. પછી બીજે દિવસે પિતાના પુષ્કળ નામના પુત્રને રાજયાભિષેક કરી નળરાજાએ દમયંતી સહિત જિનસેને નામના આચાર્યની પાસે ચારિત્ર ધારણ કર્યું. અંતે અનશનવ્રત લઈ સમાધિમરણ પ્રાપ્ત કરી નળને જીવ કબેરનામે દેવ થયે અને દમયંતીને જીવ દેવી રૂપે ઉત્પન્ન થઈ તે કુબેર દેવની જ સ્ત્રી થઈ હતી. આ
વિદુર કહે છે–હે ધૃતરાષ્ટ્ર! આ નળgબરના આખ્યાન ઉપરથી તમારે વિચાર કરે જોઈએ. કુબરે જુગાર રમીને પૃથ્વી જીતી, તે પણ તેને અંત સુધી સ્થિર રહી નહિ. અને નળ જુગાર રમી પૃથ્વીને હારી ઘણે દુઃખી થયે હતું. આ દષ્ટાંત ઉપરથી એટલું સમજવાનું છે કે, જુગાર જેવાં નીચ કામ સજજનેને લજિજત કરનારા અને દુઃખ આપનારા છે. જેમ જુગાર રમવામાં અંતે કૂબરને જ ન થયે, તેમ તમારા પુત્રને પણ અંતે જય નહિ થાય. કદિ જુગાર રમીને તમારા પુત્ર પાંડ પાસેથી પૃથ્વી જીતી લેશે નહિ તે તમારા પુત્રોમાં અથવા તમારા પક્ષમાં એ કાણુ વીર પુરૂષ છે કે, જે તેઓની પાસેથી બળાત્કારે પૃથ્વી લઈ શકે ? જે કોઈ એ સમર્થ પાંડેની સાથે કલહ કરશે, તેમને પાંડ. ક્ષણવારમાં મારી નાંખશે. કદિ ધર્મરાજા સત્યવાદી હોવાથી જુગાર રમતાં પૃથ્વી હારી જાય તે આપી દે, પણ ભીમ અને અર્જુન જીવતાં તમારા પુત્ર પાસે પૃથ્વી રહે, એવું મને ભાસતું નથી. છેવટે પાંડ બળાત્કારે પૃથ્વી લઈ લેશે. અને