________________
સર્વસ્વ હરણ.
(૩૫૭) પ્રતિકૂળ થાય છે, ત્યારે વિચક્ષણપુરૂની બુદ્ધિ પણ વિપરીત થાય છે.” વિપરીત બુદ્ધિવાળે યુધિષ્ઠિર રાજ્યની તમામ રહેયાશત હારી ગયે. પછી રત્નોની ખાણે, નગર, ગામ અને જેટલી પોતાની પૃથ્વી હતી, તે સર્વ તેણે હેડમાં મુકયું. આ વખતે સભ્યનેએ તેને એમ કરતાં અટકાવવા માંડે, પણ તે અટક નહિ. ત્યારે સર્વ સભ્યોએ કહ્યું કે, યુધિષ્ટિર પિતાની પૃથ્વી હોડમાં મુકે છે. કદાપિ દુર્યોધન તે જીતી લે તે પૃથ્વી દુર્યોધનના તાબામાં કયાં સુધી રહે? તેની અવધિ ઠરાવવી જોઈએ. સભાજનેનાં આ વચન સાંભળી કર્ણ બોલી ઉઠ–“ પણુમાં મુકેલી યુધિષ્ઠિરની પૃથ્વી જે દુર્યોધન જીતી લે તે એના તાબામાં એ પૃથ્વી બાર વર્ષ સુધી રહે” સભ્યએ તે ઠરાવને અનમેદન આપ્યું. તરતજ પાશા નાંખવામાં આવ્યા અને યુધિષ્ઠિર રાજા બધી પૃથ્વી હારી બેઠે. હવે જ્યારે તેની પાસે કાંઈ પણ રહ્યું નહિ, ત્યારે પોતાના પ્રિયબંધુઓને પણમાં મુકી યુધિષ્ટિર બેલ્ય–“જે હું આ દાવમાં હારું તે મારા બંધુઓ દુર્યોધનના દાસ થઈ રહે?” યુધિષ્ઠિર એ પણમાં પણ હારી ગયે. તત્કાળ તે લેકમાં હાહાકાર થઈ રહ્યો. પછી યુધિષ્ઠિરે પોતાની જાતને હેડમાં મુકી. ભીષ્મ વગેરે તેને વારતા હતા, તથાપિ ઘતાંધકારમાં આવૃત થઈ ગયેલા યુધિષ્ઠિરે તે માન્યું નહિ. અને પોતાની જાતને પણ હારી ગયે. આ વખતે યુધિષ્ઠિર બાવરે બની ગયો. તેની મુખમુદ્રા શોકાતુર થઈ ગઈ તે વ