________________
(૩૬)
જૈન મહાભારત. વાર ઉંચે સ્વરે કહ્યું, “પાપી દુઃશાસન, આવું અનુચિત કાર્ય કર નહીં. આ સતીને શા માટે પીડે છે? મારા પતિ શિવાય કેઈએ મારૂં મુખ જોયું નથી અને આજે મારૂં સર્વ શરીર મારા શ્વસુર વગેરે વડીલે જોશે એ કે જુલમ? અરે દુરાત્મા, તું આ પરસ્ત્રીને સ્પર્શ કેમ કરે છે? કર્મ સાક્ષી ભગવાન એક ક્ષણમાં તને ભસ્મ કરી નાંખશે.”
દ્વપદી આ પ્રમાણે રૂદન કરતી બેલતી હતી અને દુષ્ટ દુઃશાસન તેણુને સભા તરફ તાણી જતું હતું. તે દેખાવ જોઈ લેકે દુઃશાસનને ધિક્કારવા લાગ્યા, શાપ આપવા લાગ્યા, અને ગાળો દેવા લાગ્યા. કેટલાએક તે કહેવા લાગ્યા કે, “અરે! જુગાર રમતા પેલા યુધિષ્ઠિરની બુદ્ધિ અને જ્ઞાનને કેમ લેપ થઈ ગયે હતે? તેણે પિતાની સ્ત્રીની કેવી નઠારી સ્થિતિ કરી? આવી પવિત્ર સતિના કેવા નઠારાં હાલ થાય છે?” આ પ્રમાણે લોકેના પોકાર વચ્ચે એકવસ્ત્ર જેણે પેહેર્યું છે અને જેના નેત્રમાંથી જળધારા છુટે છે એવી દ્રૌપદીને દુષ્ટ દુ:શાસન સભામાં તાણી લાવ્યા. દ્રપદીની આવી સ્થિતિ જોઈ પાંડવે લજજાથી અધોમુખ કરી રહ્યા. પવિત્ર ભીષ્મ વગેરે શરમાઈ ગયા. અને તેમણે લાજથી પોતાના મુખ વસ્ત્રથી ઢાંકી દીધાં. સર્વ સભા સ્તબ્ધ બની ગઈ.
- આ વખતે દ્વિપદી તરફ દષ્ટિ કરી પ્રીતિ ધારણ કરતે દુર્યોધન બે –“ભ, હવે તારી અને મારી પરસ્પર પ્રીતિ થશે. આજ સુધી તારે પાંચે પાંડેનું મન રાખવું