________________
(૩૫૪)
જૈન મહાભારત. માં આવે છે” એ વાર્તા સાંભળી દુર્યોધન હૃદયમાં ખુશી થયે. અને પિતાની દુર્ધારણ સફળ થવાની પૂર્ણ આશા તેના હૃદયમાં બંધાવ્યું. જ્યારે યુધિષ્ઠિરની સ્વારી ઇદ્રપ્રસ્થ સમીપ આવી, ત્યારે દુર્યોધન તેને લેવા સારૂં સામે આવ્યું. પરસ્પર પ્રેમથી દુર્યોધન અને પાંડવે મળ્યા. પછી આગળ યુધિષ્ઠિર અને પાછળ દુર્યોધન એમ માનસહિત અનુ. કમે ઇંદ્રપ્રસ્થમાં આવ્યા. દુર્યોધને પાંડને પુર પ્રવેશને ઉત્સવ મેટી ધામધુમથી કરા. યુધિષ્ઠિરે આવી પિતાના કાકા ધૃતરાષ્ટ્રના ચરણમાં વંદના કરી. ધૃતરાષ્ટ્ર તેને આશીષ આપી. છળભેદની વાત કેઈના જાણવામાં આવી નહીં. પાંડ અને કૌરેની વચ્ચે ઘાટે સંપ સર્વજનને દેખાયે.
યુધિષ્ઠિર પિતાના બંધુઓ સાથે ઘણું દિવસ સુધી ઇંદ્રપ્રસ્થમાં રહ્યો. જ્યારે યુધિષ્ઠિર ઘણ દિવસ સુધી હસ્તિનાપુરમાં ન આવ્યું, એટલે ભીષ્મ વગેરે વડિલે પણ ઇંદ્રપ્રસ્થમાં આવ્યા હતા. દુર્યોધને પાંડવોને પિતાની રમણીય સભા અને બીજા જે જે દર્શનીય સ્થળે હતા, તે બતાવ્યા. જે જોઈ પાંડે હૃદયમાં પ્રસન્ન થતા હતા. એક વખતે દુર્યોધને પ્રથમથી કરેલા સંકેત પ્રમાણે પિતાની અદ્દભુત સભામાં જુગારીઓને ગોઠવી રાખ્યા હતા. પછી તે યુક્તિથી તે સભામાં જુગારપર પ્રીતિવાળા યુધિષ્ઠિરને લઈ ગયે. ત્યાં જુગાર રમનારા લોકેએ વિનયથી યુધિષ્ઠિરને કહ્યું, “મહારાજ આપ પણ જુગાર રમે તે અમને વધારે આનંદ થાય.” તે વખતે