________________
(૩૬)
જૈન મહાભારત
ન
લઈ જાઓ. ” એવુ ખેલતાંજ તે દેવે નળને સુસમારેપુરના દરવાજા આગળ ઉભા રાખ્યા. નળે નગર તરફ જોયુ, ત્યાં નગરમાં સર્વ જનને કેાલાહળ કરતાં સાંભળ્યાં. અને તે સાથે હાથી તથા ઘેાડાઓનાં મોટા શબ્દો સભળાવા લાગ્યા. ~ આ શું હશે ’ એમ નળરાજા વિચાર કરતા હતા, તેવામાં એક ઉન્મત્ત હાથી તાફાન કરતા આવતા તેના જોવામાં આવ્યા. હજારા લેકા તેને પકડવાને પ્રયત્ન કરતા હતા; પણ તે ગજેંદ્ર કાઇને વશ થતા ન હતા. આ વખતે તેની પાછળ આવતા દૃષિપણું રાજાએ ઉંચા હાથ કરીને કહ્યુ, જે પુરૂષ આ ઉન્મત્ત હાથીને વશ કરશે, તેને હું મારી લક્ષ્મી આપી દઇશ. ” આ શબ્દો સાંભળતાંજ નળ તેને પકડવાને પાછળ દોડયા. આ કૂખડા શું કરવાના હતા ? એમ કહી લેાકેા હસવા લાગ્યા, અને કેટલાએક તેને સાહસ કરતાં અટકાવવા લાગ્યા, તાપણ સિંહુ જેમ હાથી ઉપર જઈ પડે, તેમ નળ તે હાથીની ઉપર જઇ પડયેા. નળને પાસે આવેલા જોઈ હાથી તેની ઉપર ધસ્યા. નળે હાથીને પુછે પકડી ફેરવ્યા અને તેને ખેદિત કરી પોતાનું વસ્ત્ર તેની ઉપર ફ્ કર્યું. હાથી વસ્ત્રને લેવા ગયા એટલે નળ તેના કુભસ્થળ ઉપર અને ચરણવડે પ્રહાર કરતા તેની ગર્દન ઉપર ચડી બેઠા. તે સમયે ખીજા મહાવતાએ પાછળથી આવી. અંકુશ અને બંધન નળને આપ્યા. એટલે નળે તેને કુશના પ્રહારથી તથા બંધનથી વશ કરી લીધા. તે વખતે લેાકેાના કાળાહળ શાંત પડેલા જોઇ રાન્ત દષિપણે એક