________________
નળાખ્યાન.
( ૩૨૫ ) રહ્યો અને એયેા— રાજન, શામાટે ચિંતા કરે છે ? જે સપે તારૂં હિત કર્યું છે, તેવુ હિત બીજો કાણુ કરશે ? હું તારા પિતા નિષધ છુ પૂર્વે વ્રત અંગીકાર કરી, તપ આચરી અને અનશન લઈ હું બ્રહ્મ નામના પાંચમા દેવલાકમાં દેવતા થયા છું. તારા જુગાર રમવાના દુર્વ્યસનને અવધિજ્ઞાનથી જાણી હું નાગરૂપે અહીં આવ્યા છું. હાલ અહીં તે જે જે ચમત્કાર જોયા, તે સમે મારી માયાવડે ઉત્પન્ન કર્યાં હતાં. મેં તને ડંશ મારી જે આ વિરૂપ કર્યો છે, તેથી તું અનુપલક્ષ્ય થઈ ગયા. જેથી તારે હવે શત્રુઓને ભય ન રહ્યો. “ હે વત્સ, હજી તારે ભાગનિક કમ ખાકી છે, તેથી હાલ તારે સંસારથી વિરકત થવુ ચગ્ય નથી. જ્યારે તારે પ્રત્રા લેવાના સમય આવશે, ત્યારે હું આવીને તને સૂચના આપીશ. આ શ્રીફળ અને પેટી કે વસ્તુઓ તુ ગ્રહણ કર. એનેની સારી રીતે રક્ષા કરશે. જ્યારે તને પૂર્વરૂપ ગ્રહણ કરવાની ઇચ્છા થાય, એટલે આ શ્રીક્ ળને ભેદી નાંખજે, તેમાંથી દિન્ય વસ્ત્રો નીકળશે, તે પેહેરી લેજે, જેથી તું તારા પૂર્વરૂપમાં આવી જઇશ. અને આ પેટી ઉઘાડજે એટલે તેમાંથી મુક્તાફળના હાર વગેરે ઉત્તમ અલ’કારા નીકળશે. તેને તું ધારણ કરી લેજે.” આ પ્રમાણે કહી તેણે જણાવ્યું, હે વત્સ, તું આ વનમાં શા માટે કરે છે! તું કહે, ત્યાં હું તને લઈ જાઉં. દેવરૂપ પિતાનાં આવાં વચન સાંભળી નળ આવ્યેા— પિતાજી મને સુસમારપુર