________________
નળાખ્યાન
(૩૩૧)
:
કરી તેએ પરમપદને પ્રાપ્ત થયા. પુણ્યવાન દેવતાઓએ તેમના પવિત્ર શરીરને અગ્નિ સંસ્કાર કર્યા. પછી પેલા કુળપતિએ યશેાભદ્રસૂરિ પાસે વ્રતગ્રહણ કર્યું. તે વખતે વૈદી ક્રમયતીએ પણ ચારિત્ર લેવા સૂરિને પ્રાર્થના કરી. ગુરૂએ કહ્યું, “ ભદ્રે હાલ તું ચારિત્ર ગ્રહણ કરીશ ખરો, પણ હજી તારે આ સંસારના ભોગવૈભવ ભોગવવા ખાકી છે; તેથી તારે હમણા દીક્ષા લેવી યેાગ્ય નથી. ” એમ કહી તેમણે દમયંતીના પૂર્વ જન્મની કથા કહી—પૂર્વ જન્મને વિષે નળ રાજા મેમણુ નામે રાજા હતા. તુ' વીરમતી નામે તેની રાણી હતી. એક વખતે તમે મને સેનાસહિત મૃગયા રમવાને જતાં હતાં. આગળ જતાં એક મુનિ તમારા જોવામાં આવ્યા. તે મુનિ તમારી સામે આવતા હતા, પણુ તમારી સેનાના માણસોએ તમાને અપશુકન થશે, એમ જાણી તે મુનિના તિરસ્કાર કરી સામા આવતા અટકાવ્યા. તેને ખાર કલાક સુધી ઉભા રાખ્યા પછી તમાને કરૂણા આવવાથી તેશાંતમુનિની તમાએ સભાળ લીધી :એટલે તે મુનિ પ્રસન્ન થઇ ગયા. ખાર કલાક સુધી તિરસ્કારથી અટકાવી ઉભા રાખેલા, તે મુનિના હૃદયમાં કલેશ ઉત્પન્ન થયા હતા. તે દોષથી તમેા સ્ત્રીપુરૂષને મર વર્ષ સુધી વિયેાગ રહેશે.
આવૃત્તાંત સાંભળી દમયંતી, વણુઝારા અને બધા તાપસા આશ્ચય પામી ગયા. પછી તે યશાભદ્રસૂરિને તાપસપુરમાં લાવ્યા. ત્યાં તેમણે શાંતિજિનેશ્વરના ચૈત્યની પ્રતિ