________________
નળાખ્યાન.
(૩૪૧)
તેડી ગઈ. ત્યાં જઈ તેને સ્નાન કરાવી અલંકૃત કરી, પછી રાજાની પાસે લઇ ગઇ. ત્યાં દમયંતીએ રાજાનો પાસે બેરનુ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. પછી રાજાએ તેણીના દુ:ખી હૃદયને શાંત કર્યું તે વખતે દમયંતીના લલાટનુ તીવ્ર તેજ જોઈ રાજા ઘણા આશ્ચર્ય પામી ગયા.
આ વખતે આકાશમાર્ગે એક દેવતા આવી દમયંતીને પ્રણામ કરી ખલ્યે — પવિત્ર દેવી, હુ પૂર્વ ના પિંગળ નામના ચાર છું. તમે મને મૃત્યુમાંથી ઉગાર્યાં હતા. અને મને ઉત્તમ પ્રકારના પ્રતિધ આપ્યા હતા. તમારીપાસેથી પ્રતિયુદ્ધ થઇ, હું તાપસપુરમાં ગયા હતા. ત્યાં શ્મશાનમાં જઇ હું કાચેાત્સગે રહ્યો હતા. તેવામાં એક ચિતા સળગતી મારા જોવામાં આવી તે વધતી વધતી કાર્યોત્સગે રહેલા એવા મારા શરીરની પાસે આવી. ક્ષણવારમાં તેનાથી મારૂં શરીર દુગ્ધ થઇ ગયું . તથાપિ હું ધર્મ ધ્યાનથી ભ્રષ્ટ થયા નહીં. તે હું પિંગળ સમાધિ મરણ પામી દેવતા થયા છું. તમારા પૂર્વના ઉપદેશથીજ મારી આ સ્થિતિ થઇ છે. હું તમારા પૂર્ણ આભારી છું. તમારે સત્તા વિજય થાઓ.” આ પ્રમાણે કહી દમયંતીના સ્થાન ઉપર સુવર્ણ વૃષ્ટિ કરી તે દેવતા પેાતાને સ્થાને ચાલ્યા ગચેા. પછી પેલા હિરમિત્ર બ્રાહ્મણે દષિપણું રાજાને કહ્યું. · રાજન, કૃપા કરી દમયંતીને પિતૃગૃહમાં જવાની આજ્ઞા આપે. કારણ કે, તેની માતા પુષ્પદંતી અને પિતા વિદ રાજા તેણીને માટે ઘણા શોક કરે છે. રિમિત્ર
•