________________
(૩૩ર)
જેન મહાભારત. સુખેથી જા. તારું કલ્યાણ થાઓ.” પછી રાક્ષસ પોતાનું દિવ્ય સ્વરૂપે પ્રગટ કરી અને તે રૂ૫ દમયંતીને બતાવી ચાલ્યા ગયે.
દમયંતી બાર વર્ષ પછી પતિના સમાગમની આશા બાંધી રહેવા લાગી. “જ્યાંસુધી પતિનો સમાગમ ન થાય, ત્યાંસુધી ભેગના કઈ પણ પદાર્થ ભેગવવા નહીં.” એ તેણુએ અભિગ્રહ ધારણ કર્યો. - દમયંતી ત્યાંથી આગળ ચાલી, ત્યાં એક વૃક્ષોની ઘટાવાળી ગુફા આવી, વર્ષાદ ચડી આવવાથી તેણીએ તેમાં વિશ્રાંતિ લીધી. ત્યાં શાંતિનાથની પ્રતિમા બનાવી તેની પ્રતિદિન પૂજા કરતી તે ત્યાં રહેવા લાગી. અને પંચપરમેષ્ટિનમસ્કારના મંત્રને ઉચ્ચાર કરતી આત્મસાધન કરવા લાગી.
આ તરફ પેલા વણઝારાએ દમયંતીની શેધ કરવા માંડી. તેણની શોધમાં ફરતે ફરતે તે જે ગુફામાં દમયંતી રહી હતી, તે ગુફામાં આવી ચડ્યો. દમયંતીને પ્રભુની ભક્તિ કરતી જોઈ તે હદયમાં પ્રસન્ન થઈ ગયો. પછી તેણીએ વણઝારા સાથે કેટલીએક વાતચિત કરી તેને જૈન ધર્મને બેધ કર્યો. વણજારે આનંદથી જૈન ધર્મ અંગીકાર કર્યો. અને તે દમયંતીને પોતાના ગુરૂ રૂપ માનવા લાગ્યું. આ વખતે ભયંકર મેઘ આકાશમાં ચડી આવ્યું. તેની મુશળધાર વૃષ્ટિથી તે વનમાં રહેનારા તાપસે આકુળવ્યાકુળ થઈ ગયા. તે વખતે દયાળ દમયંતીએ તેમને ધીરજ આપી અને કહ્યું, હે તપ