________________
( ૩ર૪ )
જૈન મહાભારત
22.
જન્મમાં પણ મને મનુષ્યભાષા આવડે છે. પૂર્વ જન્મનું નિઔધ જ્ઞાન પણ મને આ ભવમાં સાથેજ છે. માટે સાંભરે છે. હું ભુલ્યેા નથી. એ અધિજ્ઞાનના પ્રભાવથી હું આ ચરાચર વિશ્વને જોઇ શકું છું, તો પછી તારૂ' નામ, ઠામ, વંશ અને નરભાષા જાણુવામાં બહુ આશ્ચર્યનો વાત શી છે ? હું નળ રાજા, હવે આ અગ્નિથી મારી રક્ષા કર. હું તારા ઉપકારનો અદલા વાળીશ. નાગના આવા વચનો સાંભળી દયાળુ નળ રાજાએ જ્યાં નાગ મળતો હતો, તે વેલી પાસે જઇ પેાતાનુ વસ તે ઉપર નાખ્યુ, તત્કાળ નાગ તે વસને વળગી રહ્યો. જેવા તે વળગ્યા તેવાજ તેને નળે ઉપર ખેંચી લીધેા. પછી નળે તેને શીતળ જગ્યામાં મુકતા હતા,તેવામાં નાગે નળ રાજાના હાથ ઉપર ડંશ માર્યો. એટલે નળ રાજાએ હાથ તરાડી નાગને છેડી દીધે। અને તે માન્ચે—“ હે નાગ, વાહ, ધન્ય છે ? તે. પ્રત્યુપકાર સારો કર્યો. જે તમને દૂધ પાઇને ઉછેરે, તેનેજ તમે ડંશ મારી એ તમારા જાતિવભાવ છે. ” નળ આ પ્રમાણે ખેલતા હતા, તેવામાં તેા તે સર્પના વિષના પ્રભાવથી નળ રાજા ભીલ્રના જેવા કાળા થઈ ગયા. અને તેના અંગ વાંકા થવાથી તે કૂખડા અની ગયા. કૃખડાપણું પ્રાપ્ત થવાથી વિચક્ષણ નળ રાજાના હૃદયમાં વેરાગ્ય ભાવના પ્રગટ થઇ આવી અને તે પેાતાના જીવિતમાં પશુ નિરપેક્ષ થઈ ગા હતા. આ વખતે તે નાગ પોતાનુ નાગનું રૂપ છેાડી દિવ્ય રૂપ ધારણ કરી નળની સામે ઉભે
,,