________________
(૩૨)
જૈન મહાભારત મયંતીને દુઃખી કરનાર વિધાતાને ઉપાલંભ આપવા લાગી. કુંડિનપુરમાં સ્થળે સ્થળે નળદમયંતીના વિયેગને શોક પ્રસ રી ગયે. સહનશીળ નળરાજાએ ચાલતી વખતે શક કરતી પ્રજાને ધીરજ આપી અને તેમને સમજાવીને પાછી વાળી. પછી નળરાજા અને દમયંતી પિતાની રાજધાનીને છેડી અને રણ્યમાં ચાલી નીકળ્યા હતા. સૂર્યના ઉગ્ર તાપમાં તેઓ ઉધાડે પગે ચાલતા અને અનેક પ્રકારની વિપત્તિઓ ભોગવતાં હતાં. દમયંતીના ચરણમાં તીણ કાંટા ભાંગતા, તથાપિ તે પતિભક્તા ભમી સહન કરતી હતી અને પતિની સેવા ભકિત કરતી હતી. દિઈ માર્ગે ચાલતી દમયંતીને ગાત્ર ઉપર પગી
થઈ આવતે, ત્યારે નળ નિષ્કપટ બુદ્ધિવડે પિતાના વસ્ત્ર થી તેને વાયુ નાંખતે હતે. કેઈ ઘાટી છાયાવાળા વૃક્ષ નીચે નળ દમયંતીને વિશ્રાંતિ આપતે અને કોઈ સરોવરમાંથી કમલપત્રને દડીઓ કરી તેમાં જળ લાવી આપતે હતે. કેઈવાર વિશ્રાંતિ થવા નળરાજાના ચરણને દમયંતી ભક્તિભાવથી ચાંપતી અને પદ્વવથી પવન નાંખી તેના માર્ગશ્રમને દુર કરતી હતી. ચાલતાં ચાલતાં જ્યાં સૂર્ય અસ્ત થતું, ત્યાં તેઓ વિશ્રાંત થઈ રાત્રિ નિર્ગમન કરતાં હતાં.
એક દિવસે તે બંને દંપતિ પ્રાત:કાળે ઉઠી ચાલતાં થયા, થોડે દુર જતાં એક અટવી આવી. તે અટવી હિંસક પ્રાણીઓથી ઘણી ભયંકર હતી. તેમાં આગળ ચાલતાં એક વિસ્તીર્ણ સરિતા જોવામાં આવી. તે સરીતાના તીર ઉપર