________________
નળાખ્યાન.
(૩૧૩) નળનું અદ્ભુત રૂપ જોઈ રાજરમણી દમયંતી તેની પર મેહિત થઈ ગઈ. મેહના આવેશથી દમયંતીએ હંસલીની પેઠે ગમન કરી નળકુમારના કમળ કંઠમાં વરમાળા આપણું કરી. બીજા રાજાઓની આશાલતા સત્વર વિચ્છેદ પામી ગઈ અને સ્વયંવરની સમાપ્તિ થઈ ગઈ.
રાજકુમારી ગ્ય પતિને વરી તે જોઈ હૃદયમાં પ્રસન્ન થયેલા રાજા ભીમરથે શુભ દિવસે દમયંતીને નળની સાથે વિવાહ કર્યો. વિવાહ સંસ્કારથી પવિત્ર થયેલાં બંને દંપતિ પવિત્ર પ્રેમમાં જોડાયાં. તે પ્રસંગે ઉદાર ભીમરથ રાજાએ હાથી, ઘોડા, રથ અને અમુલ્ય જાતિના અનેક રત્નની ભેટ કરી, શુભ દિવસે નિષધરાજા વેવાઈની આજ્ઞા લઈ પુત્ર સહિત વધુને લઈ પિતાની રાજધાની કુંડિનપુર તરફ રવાને થયે. પ્રયાણ વખતે પુત્રીવત્સલ પિતાએ પોતાની પુત્રી દમયંતીને શિક્ષણરૂપે આ પ્રમાણે કહ્યું, પ્રિયપુત્રી, તું શાણી અને સદ્ગુણી દુહિતા છે, તને એટલી જ શિખામણ આપવી છે કે,
મહા વિપત્તિના સમયમાં પણ તું તારા પતિને અનુસરજે. પતિ તરફના પ્રેમમાં પંચમાત્ર પણ ન્યુનતા રાખીશ નહીં. સ્ત્રીઓને તે પતિ એજ પરમેશ્વર છે. તે પ્રમાણે તારે અવશ્ય વર્તવું અને સારી રીતે પતિવ્રત પાળવું. આ પ્રમાણે સતીધર્મની સંક્ષિપ્ત શિક્ષા સ્મરણમાં રાખી પ્રવર્તન કરવાથી મારે મને રથ પૂર્ણ થશે.” પિતાનાં આ શિક્ષણ વચન સાંભળી અને તેને માન્ય કરી પછી દમયંતી નળ