________________
મામેા અને ભાણેજ.
(૨૯૫)
રાજા યુધિષ્ઠિરની પાસે ધ્વજારાપણુ કરાવ્યું હતું. તે કાળે વાજિત્રાના ધ્વનિ અને વિજ્ય ધ્વનિથી ગગનમંડલ ગાજી રહ્યું હતું.
આ પ્રમાણે ખ્વાજારાપણ ક્રિયા પૂર્ણ થયા પછી હસ્તિનાપુરપતિ યુધિષ્ઠિર તરફથી રાજા સમુદ્રવિજ્ય, કૃષ્ણ અને બીજા આમત્રિત રાજાઓને ઉત્તમ પ્રકારની ભેટા આપવામાં આવી હતી. તે પછી યુધિષ્ઠિરે પેાતાના અધુ દુર્યોધનને પ્રેમથી આગ્રહ કરી પેાતાના મેહેલમાં રાખ્યા હતા. દુર્યોધનને પાંડવાની ઉપર ગુપ્ત રીતે ઇર્ષ્યા હતી, તથાપિ ઉપરથી સ્નેહ દર્શાવા તે પોતાના મામા શકુનિની સાથે હસ્તિનાપુરમાં કેટલાએક દિવસ રહ્યો હતા.
એક વખતે અર્જુનના મિત્ર મણિચુડે રચેલી યુધિષ્ટિ. રની દ્વિવ્ય સભામાં દુર્યોધને પ્રવેશ કર્યા. તેમાં નીલમણિએથી પૃથ્વીની રચના એવી કરી હતી કે, તેમાં પેસતાંજ દુર્યોધનને સ્થળને ઠેકાણે જળની ભ્રાંતિ થઇ, તેથી તે વ ઉંચા લઇને ચાલવા લાગ્યા. દુર્યોધનની આ ભ્રાંતિ જોઈ બધા લાકે હસવા લાગ્યા. એટલુ જ નહીં પણ તેમાં આગળ જતાં જળના હેાજની એવી રચના કરી હતી કે, ત્યાં તેને જળને અદલે સ્થળના ભ્રમ થયા એટલે તેણે ઉંચા લીધેલાં વસ્ત્રો છેડી દીધાં, તે બધાં ભીંજાઈ ગયાં. તે જોઈ ભીમને ખડખડ હસવું આવ્યુ. તે વખતે શાંતમૂર્ત્તિ યુધિષ્ઠિરે દુર્યોધનને ખીજા કેરાં વસ્ત્રો પેહેરવા આપ્યાં. તે લઇ તેણે પેહેર્યાં તે