________________
(૩૦)
જૈન મહાભારત. રાજાઓ દેવતાઓથી બિહોતા નથી, પણ પાંડવેથી બીવે છે. તેઓ તેમજ પરબ્રહ્મ કરી માને છે. ભારતવર્ષને વીર રાજાઓ પિતાના મણિજડિત મુગટસહિત મસ્તકેવડે યુધિષ્ઠિરના ચરણમાં નમસ્કાર કરી તેની રજ સ્પર્શે છે. રાજધાનીમાં ફરવા નીકળેલા યુધિષ્ઠિરને જેવા ચોટામાં ઉભા રહેલા લોકો એવી ઉત્કંઠા રાખે છે કે, “રાજા યુધિષ્ઠિર આપણુ તરફ કટાક્ષથી કયારે જોશે” પિતાજી, આવી પાંડની ઉન્નતિ જોઈ મારૂં હૃદય દગ્ધ થાય છે. અને મારા ધર્મની ગાંઠ તુટી જાય છે. ( દુર્યોધનનાં આ વચને ધૃતરાષ્ટ્રને રૂટ્યાં નહિં. પુત્રની કુબુદ્ધિ જોઈએ વૃદ્ધનું હૃદય દહન થવા લાગ્યું. તેણે ખિન્નવદને જણાવ્યું, “દુષ્ટ પુત્ર, તને અને તારા વિચારને ધિક્કાર છે. પિતાના બંધુઓની ઉન્નતિ જોઈ આનંદિત થવું તે એક તરફ રહ્યું, પણ ઉલટું સંતપ્ત થવું એ મટી શરમની વાત છે. દરાશય તું વિચાર કર. પાંડ ઉપર આવી ઈષા કરવી યુક્ત નથી. એ તારા બંધુઓ છે. તે કાંઈ આપણાથી જુદા નથી. આવી દુષ્ટ બુદ્ધિ તને કેમ ઉત્પન્ન થઈ ? જ્યારે સૂર્યોદય થાય, ત્યારે કમળને પ્રફુલિત થવું પડે છે તેમ ન થતા ઉલટા કરમાઈ જાય એ મેટી આશ્ચર્યની વાત કહેવાય! તેમ પાંડની સંપત્તિ જોઈને આપણું મન વિકાશને પામવું જે ઈએ. તેમ ન થતાં ઉલટું ષયુક્ત થાય એના કરતાં વિપરીત બીજું શું છે? તારેતે એમ માનવું જોઈએ. કે, પાંડની ઉન્નતિ છે, તે મારીજ ઉન્નતિ છે. તેમની સંપત્તિ તે મારીજ સંપતિ છે. તું છેષ કરીશ તેથી કાંઈ તેમને હાનિ થવાની નથી.