________________
(૩૦૪ )
જૈન મહાભારત.
હા
થવામાં ફળ શુ ? પતાને તેાડી નાંખનાર અને વનના વિચ્છેદ્ય કરનાર કેશરી સિંહની ગતિના ભંગ થાય અને તે થીએથી તિરસ્કાર પામે તેા પછી તેનું જીવન શા કામનું! પૂજ્યપિતા, વિચાર કરા. તમારા પુત્રનું ભારે અપમાન થયુ છે. પુત્રનું અપમાન એ પિતાનું જ અપમાન છે.
29
દુર્યોધનનાં આવાં આવેશ ભરેલાં વચને સાંભળી ધૃતરાષ્ટ્ર શાંત થઈને એક્લ્યા- પુત્ર, તું કહે છે તે વાત કદી બની હશે, પણ જે હું પાંડવાની સાથે વૈર કરૂં તે જગમાં મારી લાજ જાય. અને મારા યશના નાશ થઈ જાય. કારણકે સંબંધિઓની સાથે કલેશ કરવા એ અનુચિત છે. તારી જેમ પાંડવો પણ મારાજ પુત્ર કહેવાય. તારામાં આવી કુબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તે કુરૂકુળમાં કલંકના અંકુર ઉત્પન્ન થયા છે. પાંડવાની સાથે કલહ થવાથી સ લેાકા મને ધિક્કારશે, તેથી આ દુરાગ્રહ તુ છેડી દે. અહંકારના ત્યાગ કરી તારા દૈવ ઉપર ભ ંસા રાખ. વળી એટલું યાદ રાખજે કે, પાંડવા ઘણા પરાક્રમી છે. તેઓ સર્વના મદને તોડનારા છે. મોટા મોટા વીર પુરૂષા પણ તેમની આગળ ટકી શકે તેમ નથી. તેમની સાથે યુદ્ધ કરનારા યમપુરીમાંજ વાસ કરે છે.
,,
-
ધૃતરાષ્ટ્રનાં આ વચને સાંભળી તેના સાળા શકુનિ વચમાં ખેલ્યા—“ મહારાજ, જો તમારી ઈચ્છા હાય તે પાંડવાની લક્ષ્મીને હરણ કરવાના એક ઉપાય હું જાણું છું.