________________
(૨૯૮)
જૈન મહાભારત. અને સર્વ શૂરવીરને યુદ્ધમાં કંપાવનાર, અને નિરંતર તારી સહાયતા કરનાર હું તારે મા છું. એવું છતાં તારે શેક શા માટે કરવો જોઈએ? મામાનાં આવાં વચન સાંભળી દુર્યોધન આક્ષેપ કરી બે-“મામા, તમે ગમે તેટલું કહે તે પણ મારા મનને શાંતિ મળતી નથી. પાંડને ઉત્કર્ષ મારાથી સહન થતું નથી. મારે તે કઈ પણ રીતે તેમને પરાભવ કરવો જોઈએ. તેઓ જીતાયા એટલે મારે આખી પૃથ્વી મને જીતાયા જેવું થશે. એ વિના મને બીજું કાંઈ સૂઝતું નથી.”
શનિ દુર્યોધનને દબાવવાની ઈચ્છાથી બેલે–“ભાગિનેય દુર્યોધન, આવી દુર્મતિ તને કેમ થઈ છે? તું તારા હૃદયમાં દીર્ધ વિચાર કર. પ્રતાપી પાંડે ઇંદ્રથી પણ જીતી શકાય નહીં, તેવા બળવાન છે. તેમને પ્રતાપ આખી પૃથ્વી ઉપર પ્રસરી રહ્યો છે. તેમના ક્રોધની આગળ સમુદ્ર પણ કંપાયમાન થાય છે. સિંહના નાદથી ગજેન્દ્રોની જેમ તે પાંડોની ગર્જનાથી મહાન દ્ધાઓના સમૂહ પણ વીખરાઈ જાય છે. વીર અર્જુનના તીક્ષણ બાણે શત્રુઓના વક્ષસ્થળને છેદી નાખે તેવાં છે. યમરાજના જેવી કૃષ્ણકાંતિને ધારણ કરનાર નકુળ અને સહદેવ બને આ જગતને દુજેય છે, ભયંકર ક્રોધને ધારણ કરનાર ભીમની વાત તો કરવી જ નહિં. તે એક આખા જગતને પ્રલય કરવાને સમર્થ છે. એવા બળવાન પાંડેના કૃણ વગેરે સંબંધિઓ છે. પ્રિય ભાણેજ,