________________
મામે અને ભાણેજ.
(૨૯૭) તેવા કુવિચાર બાંધતે હતે. તે વખતે તેને મા શકુનિ આવી તેને શાંત કરવાને પાંડવોને દ્વેષ ન કરવાને ઉપદેશ આપતે હતે. તથાપિ દુર્યોધનને પિતાના પૂર્વાપમાનનું સ્મરણ થવાથી મામાને ઉપદેશ હદયારૂઢ થતું ન હતું. દુર્યોધને પોતાના ફોધાવેશના વચને પ્રગટ કર્યા હતાં, તથાપિ શકુનિ પુનઃ પુનઃ પિતાના વિચારે તેની આગળ પ્રગટ કરતા હતા.
પિતાના ભાણેજને શાંત કરવાને શકુનિએ વિશેષમાં જણાવ્યું, “ભાઈ દુર્યોધન, નાહક ઈર્ષારૂપી અગ્નિ જવાળામાં તું શામાટે દગ્ધ થાય છે? પાંડવોને જે રાજ્ય મળ્યું છે, તે તેના પિતા તરફથી મળ્યું છે. પિતાની સંપત્તિને વારસ પુત્રજ થાય છે. તેને પણ તારા પિતાને હિસ્સો મળેલો છે. એમાં કાંઈ અધિક ન્યૂનતા છે જ નહીં. તેમ છતાં તેમની વિશેષ આબાદી થઈ, તે તેમના પુણ્યને પ્રભાવ છે. તે તેમના જેટલું પૂર્વજન્મમાં પુણ્ય કર્યું નથી તેથી તને તેમના જેવી સંપત્તિ ક્યાંથી મળે અને તે ન મળવાથી જે ચિંતા કરવી, તે પણ મૂર્ખતા કહેવાય. તેમ વળી તેની ઉપર કોધ કરે પણ ઉચિત નથી. કેમકે, એઓએ તારે કાંઈ અપરાધ કર્યો નથી. તારે તે ઉલટ હર્ષ ધારણ કરે જોઈએ. કારણ કે તારા બંધુ પાંડેએ દિવિજય કર્યો એ માન તને પણ છે. દિણ્વિય કરનારા પાંડ જેના બંધુ છે, રણમાં અજેય એ દુઃશાસન જેવે તારે સહેદર બંધુ છે, પોતાના પ્રાણ દેવાને પણ તત્પર એવા પ્રતાપી કર્ણના જે તારે મિત્ર છે