________________
(૨૯૬)
જૈન મહાભારત. ખરા પણ ભીમના હસવાથી તેને ભારે અપમાન લાગ્યું. તેના મનમાં અતિશય ક્રોધ ઉત્પન્ન થયે પણ તે વખતે તેણે તે મનમાં જ દબાવી રાખે. ત્યાંથી આગળ જતાં એક ઠેકાણે પૃથ્વીની એવી રચના કરવામાં આવી હતી કે, ત્યાં ખાડા છતાં તે સપાટ જોવામાં આવી. તેથી દુર્યોધને તેની અંદર નિર્ભયપણે ચાલવા માંડયું, તેવામાં તે ખાડામાં અથડાઈને નીચે પડી ગયું. તે વખતે અર્જુનને હસવું આવી ગયું, તે વળી અધુરામાં પુરૂં થયું, એટલેથીજ ન અટકતાં વળી આગળ ચાલતાં એક ઠેકાણે એવું ચાતુર્ય કરવામાં આવેલું કે, સરખી દિવાલ છતાં તેમાં દરવાજે જોવામાં આવે, તેમાંથી દુર્યોધન નીકળવા ગયા, ત્યાં તેનું મસ્તક અફળાયું. વળી એક ઠેકાણે દરવાજે છતાં જાણે આડી દિવાલ હોય તેવી યેજના કરેલી હતી. તે સપાટ દિવાલ ધારી દુર્યોધન પાછો હઠ્યો અને મુંઝાઈ ગયે. આ વખતે નકુલ અને સહદેવે વધારે પડતું હાસ્ય કર્યું. આવા ભારે અપમાનથી દુર્યોધનને ભારે રોષ ચડ્યો હતે. તેની મુખમુદ્રા ઉપરથી તે જાણું લઈ તેનું મન શાંત કરવાને યુધિષ્ઠિર રાજાએ તેને અતિ આદર સત્કાર કર્યો હતે. તથાપિ દુર્યોધનના હૃદયમાં જે રેષાગ્નિ પ્રજવલિત થઈ રહ્યો હતો, તે તદ્દન શાંત થયે ન હતું. તે કેટલાએક દિવસ ચિંતાતુરપણે હસ્તિનાપુરમાં રહી પિતાના ઇંદ્રપસ્થ તરફ વિદાય થયા હતા.
આ સમયે તેને તે વાત સ્મરણ આવવાથી તે વિશેષ ચિંતા કરતું હતું અને પાંડનું અનિષ્ટ કેવી રીતે થાય?