________________
રાજ્યાભિષેક.
(૨૮૫) વત્સો, હું પણ હવે તેવી સ્થિતિમાં આવવાને તૈયાર થયો છું. તેથી આ સર્વગુણસંપન્ન યુધિષ્ઠિરને માથે રાજ્યભા૨ મુકી નિવૃત્તિમાર્ગને હું પથિક બનું તે વધારે સારૂં. મારું હૃદય હવે ધર્મકાર્ય કરવાને આતુર થઈ રહ્યું છે. તમે બધા મને તેમાં પ્રવૃત્તિ કરવાને અનુમોદન આપો.
આ વખતે ભીષ્મ, ધૃતરાષ્ટ્ર અને વિદુર વગેરે હાજર હતા. તેઓ પાંડુરાજાને આ શુભ વિચાર જાણીને બેલ્યા. “પાંડુરાજા તમે ઘણો સારો વિચાર કર્યો. યુધિષ્ઠિર સર્વ રીતે લાયક છે. જે તે રાજા થશે તે ભારતભૂમિ રાજન્વતી થશે.” અર્જુન અને ભીમ બેલી ઉડ્યા–“પિતાજી; આપનું કહેવું સત્ય છે. અમારા વડિલ બંધુ ધર્મ રાજ્યને લાયક છે. જે આપ મુખથી બોલે છે, તે સર્વ અમને માન્ય છે, તેમ છતાં કોઈ આપની કહેલી વાત માન્ય નહીં કરે તે તેના મસ્તક ઉપર અમારા તીક્ષણ બાણેની વૃષ્ટિ થશે.”
પુત્રનાં આવાં વચને સાંભળી પાંડુરાજા પ્રસન્ન થયા હતા. તત્કાળ તેણે યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરવા સર્વ સામગ્રી એકઠી કરવાની આજ્ઞા કરી હતી અને તેમની આજ્ઞાથી હસ્તિનાપુરમાં મોટી તૈયારીઓ થઈ રહી હતી.
એ ઉપરથી આજે યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરવાને દિવસ હતે. હસ્તિનાપુરમાં આનંદ ઉત્સવ થઈ રહ્યો હતે. સર્વ પ્રજા પોતાના નવા રાજાને નમન કરવાને ઉત્સુક બની હતી. જે પ્રસંગનું વર્ણન ઉપર કરવામાં આવ્યું છે.