________________
(૨૮૬ )
જૈન મહાભારત.
જ્યારે રાજ્યાભિષેકના સમય થયે એટલે અદ્દભુત મ ણિજડિત દેવ વિમાન જેવા તૈયાર કરેલા એક મંડપની અદ૨ કુમાર યુધિષ્ઠિરને અલંકૃત કરી લાવવામાં આવ્યા. શુભ લગ્નના સમય થયેા એટલે એક ઉત્તમ ભદ્રપીઠ ઉપર સ્વજના, નગરજનો અને બાહેરના રાજાઓની વચ્ચે યુધિષ્ઠિરને બેસા રવામાં આવ્યા. તે વખતે વિદ્વાન બ્રાહ્મણેાએ રાજ્યાભિષેકને વિધિ કરવા માંડયા. વિધિ થઇ રહ્યા પછી ચેાગ્ય લગ્ને પુરૈાહિતને આગળ કરી સમગ્ર રાજાએએ સુવર્ણ કળસમાં લાવેલા તી જળવડે ધર્મરાજાને રાજ્યાભિષેક કર્યો. તે પછી ગાંગેય, વિદુર, દુર્ગંધન, ભીમ તથા અર્જુન વગેરે જનાએ તે પવિત્ર જળથી રાજ્યાભિષેક કર્યો. તે પ્રસંગે - ટ્વીજન અને યાચક લેાકેાને મનવાંછિત દાન આપવામાં આવ્યાં. દાનથી સ ંતુષ્ટ થયેલા તે લેાકેાએ ઉંચે સ્વરે સ્તુતિ કરવા માંડી. જેમ નવીન મેઘ સર્વ સ્થળે વૃષ્ટિ કરે છે, તેમ નવા રાજા યુધિષ્ઠિરે સુવર્ણુ, મણિ તથા માણિકય વગેરેની સ ચાચકા ઉપર વૃષ્ટિ કરવા માંડી. નૃત્ય, ગીત અને વાઘાના ધ્વ નિએથી ગગન શબ્દાદ્વૈત બની ગયું.
સ્વ
યુધિષ્ઠિર રાજા સિંહાસનપર એડા પછી સ રાજાએ!એ તેની પાસે ઉત્તમ પ્રકારની ભેટ મુકી. સુગંધી પુષ્પાની માળાએ યુધિષ્ઠિરને પેહેરાવવામાં આવી. ચંદ્રના જેવા નિ - ળ કુંડળા કાનમાં ધારણ કરાવ્યા. મુક્તાફળના મનેાહુર હાર કંઠમાં આરોપિત કર્યાં. બાહુ ઉપર બાજુબંધ બાંધવામાં આ વ્યા. મનહર મુદ્રિકાએ આંગળીએ માં પેહેરાવવામાં આવી.