________________
( ૨૮૪ )
જૈન મહાભારત.
બીજે દિવસે વિચક્ષણ પાંડુરાજાએ પેાતાના પાંચે પુત્રા ને પાસે . એલાવી આ પ્રમાણે કહ્યું હતુ—“ પુત્રા, હવે હું વૃદ્ધ થયા છું. મારા સર્વ કેશ ઉપર શ્વેતરંગ આવી ગયા છે. હવે મને મારી જરાવસ્થા બળાત્કારે ધર્મકા માં પ્રેરે છે. વિષયસુખ મને અપ્રિય લાગે છે. જયાંસુધી વૃદ્ધાવસ્થાએ મારા શરીરને પૂરેપૂરું આક્રાંત કર્યું નથી, ત્યાંસુધી ધાર્મિકકા કરવામાં અને આત્મસાધન સ ંપાદન કરવામાં મારી મનેવૃત્તિ ઉત્સુક થઇ છે. શાસ્ત્રમાં અને લેાકમાં વૃદ્ધાવસ્થાનું સ્વરૂપ કેવુ વિકટ છે ? તે મારા સાંભળવામાં અને જોવામાં આવ્યુ ́ છે, તેનું સ્મરણ કરતાં મને કંપારી છુટે છે. જરાવસ્થામાં ગાત્ર સંકુચિત થઈ જાય છે, ગતિ મંદ પડી જાય છે, દાંત શિથિલ થઈ ભ્રષ્ટ થઈ જાય છે, ષ્ટિનિસ્તેજ થાય છે, સ્વરૂપ હાસ્ય કરવા લાયક બની જાય છે, નિદ્વૈત થયેલા મુખમાંથી લાળ ગળ્યા કરે છે, ઇંદ્રિયા શિથિલ થઇ જાય છે, સ્મૃતિ ન્યૂન થઇ જાય છે, વિચારશ ક્ત હણાઈ જાય છે, શરીર માંહેલી સપ્ત ધાતુએ નિ`ળ થઇ જાય છે, અને વિવિધ પ્રકારના રાગા *સન કરે છે. આવી જરાવસ્થાએ પરવશ પડેલા પુરૂષ સ્વજનાને અપ્રિય થાય છે. પુત્ર! વૃદ્ધ પિતાની અવજ્ઞા કરે છે, અને સ્ત્રી વારંવાર અપમાન કરે છે. હે પુત્રા, જ્યાંસુધી આવી વૃદ્વાવસ્થા ન આવી હોય, ત્યાંસુધી પુરૂષે ધ કાય માં પ્રવૃત્તિ કરવી જોઇએ. અને પછી જ્યારે એવી અવસ્થા પ્રાપ્ત થાય, ત્યારે હૃદયને સાંસારિક ભાવથી મુક્ત કરી આત્મિક વસ્તુમાં આરેપિત કરવું અને શુભધ્યાનની ધારણા કરવી.