________________
(૨૯)
જૈન મહાભારત.
પ્રકરણ ૨૫ મું.
મા અને ભાણેજ. શૂન્ય મહેલમાં એક બળવાન પુરૂષ ચિંતાતુર થઈ બેઠે હતો. તેના મુખ ઉપરનું તેજ ચિંતાથી ગ્રસ્ત થઈ ગયું હતું. કેઈ પણ માણસની સાથે તે બોલતો નહોતો. સર્વ પ્રકારના ભોગ અને વિલાસો તેને અપ્રિય થઈ પડયા હતા. તેની સમૃદ્ધિમાં હજારો દાસદાસીઓ વિદ્યમાન છતાં તે કેઈની પાસેથી કાર્ય કરાવવાની અપેક્ષા રાખતો ન હતે.
તે પુરૂષની એવી સ્થિતિ જોઈ એક બીજો પુરૂષ તેની પાસે આવ્યા. તે પુરૂષે આવી તેને મધુર અને મંદ સ્વરથી કહ્યું–“વત્સ, પ્રાતઃકાળના ચંદ્રની જેમ તારૂં મુખ નિસ્તેજ કેમ દેખાય છે? તું એક મહાન સમૃદ્ધિવાળા રાજ્યને સ્વામી છે તે છતાં તને શેની ચિંતા રહે છે? તારૂં હદયબળ કયાં ગયું ? તારા મનમાં જે ચિંતા હોય તે મારી આગળ જણાવ. તારી ચિંતાને લઈ તારા મંત્રીઓ, સામતે, હજુરીઓ અને સેવકે ઉદાસ રહે છે.”
તે પુરૂષનાં આવાં વચન સાંભળી તે –“મામા, હવે મારા જીવનનો અંત આવવાનું છે. કારણકે, જેના શત્રુ એની ચડતી હોય, તેને જીવવું તે મરવા જેવું છે. પાંડે મારા બંધુઓ છતાં મારા મનમાં તેને વિષે શત્રુભાવ