________________
રાજ્યાભિષેક
(૨૮૯) હવે હસ્તિનાપુરના મહારાજા યુધિષ્ઠિર કહેવાયા. પ્રતાપી પાંડુરાજાની સત્કીર્તિમાં યુધિષ્ઠિરે મટે વધારો કર્યો હતે. રાજ્યના જુદાજુદા ખાતાઓમાં સારી યોજના કરી હતી. ધર્મરાજાએ ધર્મ અને નીતિને અનુસરી હસ્તિનાપુરની સર્વ પ્રજાનું રંજન કરવા માંડયું અને આહુત ધર્મની મેટી પ્રભાવના વધારવા માંડી. બાળકથી વૃદ્ધ સુધીની સર્વ પ્રજા ધર્મરાજને દેવવત માનતી હતી. પિતાના ઉત્તમ ગુણેથી ઈને પણ જીતી લેનાર, જેના ચરણકમળ લક્ષ્મીએ સેવેલા છે, અને જેની સત્કીર્તિ દશે દિશાઓમાં પ્રસરેલી છે, એવા નવીન મહારાજા યુધિષ્ઠિરે હસ્તિનાપુરના વિશાળ રાજ્યને સારી રીતે વીસાવી દીધું. તેની ભારે પ્રશંસા જગતમાં પ્રસરી ગઈ. અને સર્વ કે તેને અંતરની આશી આપવા લાગ્યા. રાજા ઉપર પ્રજાની પ્રોતિ ચંદ્રિકાની જેમ વધવા લાગી. ભારતવર્ષના રાજાઓમાં યુધિષ્ઠિર અગ્રગણ્ય થઈ પડે. તેવા નીતિરાજ્યમાં સર્વ પ્રજા ધર્મ, અર્થ, કામ અને મેક્ષ નિરાબાધપણે સાધવા લાગી. કલહ, કુસંપ, કલેશ અને કષ્ટ પ્રજાજનમાંથી દૂર થઈ ગયાં. સર્વ પ્રજા નીતિરાજ્યના પ્રભાવથી રાગદેષરહિત થઈ સંપત્તિના વિલાસે ભોગવવા લાગી.