________________
રાજ્યાભિષેક.
(૨૮૭) સુવર્ણની કટિમેખળ કટી ઉપર આરેપિત કરી. અને બીજા દિવ્ય અલંકરે તથા ઉત્કૃષ્ટ વસ્ત્રો રાજા યુધિષ્ઠિરને પહેરાવ્યા. સર્વ રાજમંડળ યુધિષ્ઠિરના ચરણની સેવા કરતું તેની આસપાસ ઉભું રહ્યું. અર્જુનના ઈશારાથી તેના મિત્ર મણિચુડે પિતાની વિદ્યાના બળથી તે રાજ્યાભિષેકના મંડપને બદલાવી નાંખે. માનુષી શેભા મટીને દિવ્ય શોભા થઈ ગઈ. ઇંદ્રની સુધર્માસભાની સાથે તે હરિફાઈ કરવા લાગે. મંડપની ચારે તરફ સ્ફટિક મણિઓની દીવાલોમાં આકાશનું પ્રતિબિંબ પડવાથી દીવાલ અને આકાશમાં અંતરાય દેખાતે નહોતે, તેથી મંડપમાં આવનાર લેકે અંધની જેમ હાથ ફેરવતા આમ તેમ ફરતા હતા. જમીન ઉપર નીલમણિઓ જડેલા હેવાથી તે પર ચાલનાર લોકોને જલની ભ્રાંતિ થતી હતી. મંડપના ઉપરના ભાગમાં બાંધેલા વિવિધ રંગના ચંદરવાના પ્રતિબિંબ જમીન પર પડતા, તેથી જાણે પૃથ્વી પર ચંદરવા બાંધ્યા હોય, તે દેખાવ થઈ રહ્યો હતે.
આવા મનહર મંડ૫માં સિંહાસન પર બેઠેલા નવા રાજા યુધિષ્ઠિર સુધર્મા સભામાં બેઠેલા ઇંદ્રના જેવા દેખાતા હતા. તેની આગળ માંડળિક રાજાએ પોતાના મુગટ નમાવી નમન કરતા હતા. સચિ, સામંતે. પરજને અને જાનપદે હસ્તી, અશ્વ, રથ વિગેરેની ઉમદા ભેટે નવા રાજાને દેવા જતા હતા. તે સમયે યુધિષ્ઠિર રાજાની પાસે એવા માટે ઉભા રહેલા તેના ચાર બંધુએ જાણે તેની સેવા