________________
જૈન મહાભારત.
( ૨૭૬ )
ગુણ ધારણ કરવાનો મહાન્ લાભ મને પ્રાપ્ત થયા છે. મહાવીર, આ તમારી ધ મ્હેન પ્રભાવતીને સુખેથી લઈ જાઓ. તમે તેના પતિ હેમાંગદ રાજાની પાસે સત્વર જાએ. કારણકે, મે તેની પાસે પ્રતારિણી વિદ્યા માકલી છે. તેણીએ કત્રિમ પ્રભાવતીનું રૂપ બનાવી રાજાને માહિત કર્યા છે. જો વિલંબ થશે. તા રાજા હેમાંગદ પ્રાણરહિત થઇ જશે. મેઘનાદનાં આ વચને સાંભળતાંજ મારા સ્વામી અર્જુન સત્ય પ્રભાવતીને લઈ વિ માનમાં બેસી તમારી પાસે આવ્યા છે. મેઘનાદ શરમાઇને પોતાને સ્થાને ચાલ્યા ગયા છે. ” આ પ્રમાણે કેશર પાસેથી પ્રતાવતીના સર્વ વૃત્તાંત સાંભળી રાજા હેમાંગદ અતિ પ્રસન્ન થયા. તે અજુ નનો મોટો આભાર માની તેને સાથે લઇ પ્રિયાસહિત પોતાના હિરણ્યપુરમાં આવ્યા. ત્યાં ધનંજયને ઉંચા આસન ઉપર બેસારી તે નમ્રતાથી આા વીર ધન જય. તમે મારા પ્રાણદાતા છે. તમે કરેલા ઉપકારના બદલા મારાથી કાઇ રીતે વળી શકે તેમ નથી. પરંતુ મારી એક પ્રાર્થના ઇં કે, ‘ તમે આ મારા રાજ્યને અંગીકાર કરો. હું તમારો સેવક થઇને રહું. પ્રીતિથી મેળવેલા મારા પ્રાણ તથા ભુજબળથી સપાદન કરેલી આ રાજયલક્ષ્મીને સ્વીકારી મને કૃતા થ કરે.
""
હેમાંગદની આવી અનુપમ કૃતજ્ઞતા જોઇ મ ન પસન્ન થઇને બેલ્યા.“ ભદ્રે આ તમારૂં રાજ્ય સ્વર્ગ તુલ્ય હાય તા પણ મારે તેનું પ્રત્યેાજન નથી, તમે પાતેજ સ્વસ્થ થઈને તમારા રાજ્યનું રક્ષણ કરા.
29