________________
(૨૮૦)
જૈન મહાભારત. રજો.” આ સ્ત્રીના આ કેવા ઉત્તમ ઉદગાર છે? અને કેવું દેશાભિમાન છે? પૂર્વકાળે દેશાટન અથવા તીર્થાટન કરવા જતાં પિતાના પતિને આર્ય સ્ત્રી નવીન કળા અને નવીન લક્ષ્મી સંપાદન કરવાની ભલામણ કરતી એ તેને આચાર સ્વદેશભૂમિની ઉન્નતિ સૂચવનારે છે. વિદેશીયકળા અને લક્ષ્મી સ્વદેશમાં લાવવી એ તેને ઉત્તમ હેતુ ખરેખર પ્રશંસનીય છે. વર્તમાનકાળે જે વાત આપણું સ્ત્રીઓ તદ્દન ભુલી ગઈ છે. પૂર્વના જેવી સ્વદેશભક્તિ જાગ્રત કરવી એ દરેક આર્યસ્ત્રીને મુખ્ય ધર્મ છે. શાસનદેવતા તે સમયની યોગ્યતા આપણામાં પ્રાપ્ત કરે, એજ અંતરની અભિલાષા છે.
અને પિતાના તીર્થાટનના પ્રવાસમાં વિદ્યાધર મણિચડને ઉપકાર કર્યો અને તેની સાથે મૈત્રી સંબંધ જોડ્યોએ તેની ઉચ્ચ વૃત્તિ સર્વને ગ્રહણ કરવા ગ્ય છે. પરેપકાર વૃત્તિ રાખવી એ સર્વોત્તમ વ્રત છે અને એ વ્રતના પ્રભાવથી માનવજીવનની પૂર્ણ સાર્થકતા થાય છે. પ્રાચીન મહાવીરે મૃત્યુને શરણ થયેલા છે, તથાપિ તેમના પવિત્ર નામ જે ઈતિહાસના પૃષ્ટ ઉપર આરોપિત થયેલાં છે, તેનું કારણ તેમની પરેપકારવૃત્તિઓ હતી. આ નાશવંત શરીરથી જે શાશ્વત યશ: શરીર મેળવવું હોય તે પરોપકારનું મહાવ્રત આચરવું. વીર અર્જુન એ મહાવ્રતને ઉપાસક હતે. અને તેથી જ તેનું યશોગાન ભારતપ્રજામાં ગવાય છે. તેણે કરેલ મણિચંડ અને તેની બહેન પ્રભાવતીને મહેપકાર સર્વ